Gujarati News

Gujarati News

News of Monday, 3rd October 2022

તહેવારમાં પણ ફેશન ઘુસી ગઇ છેઃ શ્વેતા

ખુબ જાણીતી અભિનેત્રી શ્વેતા તિવારીનું માનવું છે કે કોઈપણ કલાકાર તેને મળેલા પાત્રને આત્‍મસાત ન કરે ત્‍યાં સુધી તેને સફળતા મળતી નથી. હવે તે ઝી ટીવી પરના શો અપરાજિતામાં ત્રણ બાળકોની મતાનો રોલ નિભાવી રહી છે. આ શોમાં શ્વેતા એવી મહિલાની ભુમિકામાં છે જેને પતિ (માનવ ગોહિલ) છોડીને દુબઇ જતો રહ્યો છે. એ પછી તેના પર ત્રણ પુત્રીઓની ઉછેરની જવાબદારી આવી પડે છે. આ દિકરોઓને ઉછેરવામાં પડતી મુશ્‍કેલીઓ, એક મા અનેસ્ત્રી તરીકે સમાજમાં એકલા રહીને કેવા-કેવા સંઘર્ષ કરવા પડે છે અને બાળકીઓ પર તેની શું અસર થાય છે તે સહિત સમાજના દુષણો સાથેની લડાઈ અને એકલી રહેતીસ્ત્રીને કરવા પડતા સંઘર્ષ સાથેઅપરાજિતાનું પાત્ર શ્વેતા તિવારી ભજવી રહી છે. હાલની જનરેશન વિશે દુઃખ વ્‍યક્‍ત કરતા શ્વેતાએ જણાવ્‍યું હતું કે હવે તહેવારો ખતમ થઈ રહ્યા છે અને તેમાં ફેશન ઘુસી ગઈ છે તેને કારણે ફલેવર ન જળવાતા ઉત્‍સાહ અને ઉજવણીની લાગણી આવતી નથી.

(10:50 am IST)