Gujarati News

Gujarati News

News of Monday, 3rd October 2022

કાજલ ત્રણ વર્ષ બાદ શીખી તલવારબાજી

સામાન્‍ય રીતે ફિલ્‍મોમાં સોફટ અને ગ્‍લેમરસ રોલમાં દેખાતી કાજલ અગ્રવાલ રીઅલ લાઈફમાં રફ અને ટફ પણ બની શકે છે. કાજલ અગ્રવાલનો તલવારબાજી કરતો વીડિયો બહુ ઝડપથી વાઈરલ થયો હતો. આ વીડિયોમાં કાજલ અને તેના જીમ ટ્રેનર કલરીપયટ્ટુની પ્રેક્‍ટિસ કરી રહ્યા છે. સૌથી પહેલા કાજલ જીમમાં બોડી સ્‍ટ્રેચ કરે છે અને બાદમાં દંડ ચલાવવાની પ્રેક્‍ટિસ કરે છે. બાદમાં તે ઢાલ અને તલવાર લઈને ટક્કર આપી રહી છે. ત્રણ વર્ષની મહેનત બાદ કાજલ અગ્રવાલ કલરીપયટ્ટુમાં આ તબક્કે પહોંચી છે. કાજલ અગ્રવાલે વીડિયો શેર કરતાં લખ્‍યુ હતું કે, કલરીપયટ્ટુ ઈન્‍ડિયન માર્શલ આર્ટનું બહુ જૂનું ફોર્મ છે. શાઓલિન, કુંગ ફૂ, કરાટે, ટેક્‍વાન્‍ડો જેવી કલાનો ઉદભવ તેમાંથી થયો છે. તેની પ્રેક્‍ટિસથી શારીરિક અને માનસિક શક્‍તિ મળે છે. હું પાછલા ત્રણ વર્ષથી તેને શીખી રહી છું. દિકરીના જન્‍મ બાદ તે ફિલ્‍મોથી દૂર રહી હતી. હવે કાજલ કમબેકની તૈયારી કરી રહી છે.

(10:49 am IST)