Gujarati News

Gujarati News

News of Thursday, 3rd September 2020

અજય દેવગણની પાંચ ફિલ્મો કતારમાં

બોલીવૂડના સિંઘમ અજય દેવગણની એક પછી એક પાંચ ફિલ્મો કતારમાં છે. લોકડાઉનને કારણે શુટીંગ ઠપ્પ થઇ ગયું હતું. હવે ફરીથી શુટીંગની મંજુરી મળતાં કામ શરૂ થઇ શકે છે. અજય હાલમાં ભુજ-ધ પ્રાઇડ ઓફ ઇન્ડિયાના પોસ્ટ પ્રોડકશનના કામમાં વ્યસ્ત છે. તેની આ ફિલ્મ ઓટીટી પ્લેટફોર્મ પર રિલીઝ થવાની છે. આ ઉપરાંત અજય પાસે મૈદાન, કૈથીની હિન્દી રિમેક, ગોલમાલ ફાઇવ અને ચાણકય જેવી ફિલ્મો પણ છે. આ ઉપરાંત દક્ષિણ ભારતીય ફિલ્મ આરઆરઆરમાં પણ તે ખાસ રોલ નિભાવી રહ્યો છે. અક્ષય કુમારની સૂર્યવંશીમાં પણ તેનો ખાસ રોલ છે. અજય ફિલ્મોના કામની સાથે પુત્ર યુગની દેખરેખમાં પણ વ્યસ્ત રહેવું પડે છે.  અજયની પુત્રી ન્યાસા કે જે સિંગાપુરમાં રહી અભ્યાસ કરે છે તેને તેને ત્યાં આ સમયમાં એકલુ ન લાગે એ માટે તેની સાથે મા કાજોલ ત્યાં રહેવા ગઇ છે. ત્યાં એક એપાર્ટમેન્ટમાં મા દિકરી રહે છે. અજય મુંબઇમાં ફિલ્મોનું કામ કરવા સાથે દિકરાની દેખભાળ રાખી રહ્યો છે. અજયની ગોલમાલ ફાઇવ બનશે તેનો અણસાર સિમ્બાના એક ગીતમાં જ આપી દેવામાં આવ્યો હતો. રોહિત શેટ્ટી અને અજયની જોડીએ આ સિરીઝની ચાર સુપરડુપર હિટ ફિલ્મો આપી છે.

(9:40 am IST)