Gujarati News

Gujarati News

News of Tuesday, 3rd August 2021

બિગ બોસ સિઝન 15 શરૂ થાય તે પહેલા વીડિયો સોશ્‍યલ મીડિયામાં વાયરલઃ બેકગ્રાઉન્‍ડમાં આ શોની ઓળખ બિગ બોસની મોટી આંખનું દ્રશ્‍ય

6 અઠવાડિયા સુધી ઓટીટી ઉપર શો ચાલશે

નવી દિલ્હી: બિગ બોસ સીઝન 15ની શરૂઆતમાં હવે થોડો જ સમય બચ્યો છે. પરંતુ દર વખતની જેમ આ વખતે પણ ઓફિશિયલ અનાઉન્સમેન્ટ પહેલા કેટલીક ચીજો સોશિયલ મીડિયા પર આવવાની શરૂ થઈ ગઈ છે. શોની શરૂઆત આ વખતે ઓટીટી પ્લેટફોર્મ પર થવાની છે. જેમાં સ્પર્ધકોના નામથી લઈને આ વખતના બિગ બોસ હાઉસની ડિઝાઈન સુદ્ધાનો ખુલાસો થશ.

વાયરલ થઈ રહ્યો છે ઘરનો વીડિયો

આ શો શરૂ થાય તે પહેલા એક વીડિયો સોશિયલ મીડિયા પર હાલ વાયરલ થઈ રહ્યો છે. વીડિયોમાં બિગ બોસ હાઉસનું કન્સ્ટ્રક્શન થતું જોવા મળી રહ્યું છે. અનેક લોકો મળીને જોર શોરથી સેટની આખી ડિઝાઈન તૈયાર કરવામાં લાગ્યા છે. બેકગ્રાઉન્ડમાં બિગ બોસની મોટી આંખ જોવા મળી રહી છે. જે આ શોની ઓળખ છે.

વીડિયોમાં શું જોવા મળે છે

આ ઉપરાંત ઘરની ટ્રાન્સપરન્ટ છત અને રંગ બેરંગી ડિઝાઈનર દીવાલો જોવા મળી રહી છે. જેના પર ખુબસુરત પેઈન્ડિંગ્સ જોવા મળે છે. ઘરની આ ડિઝાઈન કૂલ હોવાની સાથે સાથે આ વખતે સિટિંગ અરેન્જમેન્ટ અને ફર્નિચર પણ ખુબ ડેશિંગ લાગે છે. વીડિયોમાં દાવો થઈ રહ્યો છે કે તે આ વખતનું બિગ બોસનું ઘર છે. જો કે ઝી મીડિયા તે વાતની પુષ્ટિ કરતું નથી.

6 અઠવાડિયા સુધી ચાલશે OTT પર શો

અત્રે જણાવવાનું કે બિગ બોસ સીઝન 15ની શરૂઆત વૂટ સિલેક્ટ પર થશે. શોની શરૂઆતના 6 અઠવાડિયા OTT પર જ ચાલશે. શોને OTT પર દિગ્ગજ ફિલ્મમેકર કરણ જૌહર હોસ્ટ કરશે. અને શો જ્યારે ટીવી પર પ્રસારિત થશે ત્યારે તેને સુપરસ્ટાર સલમાન ખાન હોસ્ટ કરશે. આ વખતે પહેલીવાર મેકર્સે શોનો આ કોન્સેપ્ટ બદલ્યો છે પરંતુ તેને કેવો રિસ્પોન્સ મળશે તે તો સમય જ જણાવશે.

(4:58 pm IST)