Gujarati News

Gujarati News

News of Friday, 3rd February 2023

રાની મુખર્જીની મિસિસ ચેટર્જી વર્સેસ નોર્વેજીયન 17 માર્ચે થશે રિલીઝ

મુંબઇ તા. 5: રાની મુખર્જીની વધુ એક ફિલ્‍મ આવી રહી છે. મિસિસ ચેટર્જી વર્સેસ નોર્વેજિયન નામની ફિલ્‍મ 17મી માર્ચના રિલીઝ થશે.આ ફિલ્‍મનું નિર્દેશન મેરે ડૅડ કી મારૂતિના નિર્દેશક આશિમા છિબ્‍બરે કર્યું છે. આ ફિલ્‍મ પહેલા 3 માર્ચે રિલીઝ થવાની હતી. એમ્‍મે એન્‍ટરટેઈનમેન્‍ટ અને ઝી સ્‍ટુડિયોના મોનિષા અડવાણી, મધુ ભોજવાણી અને નિખિલ અડવાણી દ્વારા નિર્મિત છે.

ઝી સ્‍ટુડિયોએ ઇન્‍સ્‍ટાગ્રામ પર એક પોસ્‍ટમાં લખ્‍યું છે કે સરસ્‍વતી પૂજાના શુભ અવસર પર શ્રીમતી ચેટર્જી vs નોર્વેજીયનની એક દુર્લભ તસવીર. આ ફિલ્‍મ હવે 17 માર્ચે રિલીઝ થશે. દરેક કિંમતે તેના બાળકોને બચાવવા માટે તમામ અવરોધો સામે લડતીસ્ત્રીની વાર્તાનો ભાગ બનવા માટે તૈયાર થાઓ. સ્‍ટુડિયોએ આગામી ફિલ્‍મમાંથી મુખર્જીની તસવીર પણ શેર કરી છે. રાની મુખર્જી છેલ્લે 2021માં યશ રાજ ફિલ્‍મ્‍સની બંટી ઔર બબલી-2માં જોવા મળી હતી. આ ફિલ્‍મ ભારતીય દંપતિની સત્‍ય કહાની પર આધારીત છે. જેના બાળકો નોર્વેની કલ્‍યાણ સેવાઓએ છીનવી લીધા હતાં. રાની સાથે અનીર્બન ભટ્ટાચાર્ય અને વિદેશી કલાકારો પણ ફિલ્‍મમાં જોવા મળશે.

 

(11:12 am IST)