Gujarati News

Gujarati News

News of Friday, 3rd February 2023

હું કોમેન્ટ્સ વાંચતી જ નથીઃ હીના

એક સિરીયલથી રાતોરાત અઢળક લોકપ્રિયતા મેળવ્યા પછી કોઇ એવા કલાકાર ભાગ્યે હોય છે જે સુપરહિટ શો છોડી દેવાની હિમ્મત કરે. હીના ખાને સતત આઠ વર્ષ સુધી યે રિશ્તા કયા કહેલાતા હૈમાં કામ કરી દર્શકોમાં અલગ સ્થાન મેળવી રાખ્યું હતું. પણ પછી તેણે શો છોડી દીધો હતો અને હવે તે ફિલ્મો, વેબ શો, રીયાલીટી શો, મ્યુઝીક વીડીયો કરી રહી છે. ટેલી પ્લે પણ હવે તેણે કર્યુ છે. ષડયંત્ર નામનું ટેલી પ્લે હાલમાં આવ્યું હતું. નવા ક્ષેત્રમાં પગલા પાડીને હીના ખુશ છે. તે પ્લેના સહકલાકાર ચંદન રોય વિશે કહે છે કે તે અભિનયનો એક્કો છે. સોશિયલ મિડીયા વિશે તે કહે છે કે એવું માધ્યમ છે જ્યાં તમે મુકેલા ફોટા અને પોસ્ટ પર પોઝિટીવ અને નેગટીવ એમ બંને પ્રકારની કોમેન્ટ્સ આવતી હોય છે. નેગેટીવ કોમેન્ટ્સ દરેકને ખટકતી હોય છે. કારણે હું કદી કોમેન્ટ્સ વાંચતી નથી. હું આખા બોલી છું અને મારી આદત છોડી શકતી નથી. કારણે મને ઘણીવાર નુકસાન થયું છે.

(11:03 am IST)