Gujarati News

Gujarati News

News of Friday, 3rd February 2023

એ કામ થકવી દેનારું હતું: દેબીના

દેબીના બેનર્જીએ ટીવી પરદે રામાયણ સિરીયલથી શરૃઆત કરી હતી. જેમાં તેણે સીતાનો રોલ ભજવ્યો હતો. પાત્રએ તેને ખુબ નામના અપાવી હતી. ત્યારબાદ તેણે ઘણા ટીવી શો કર્યા છે અને ફિલ્મ પણ કરી ચુકી છે. લગ્ન પછી તે ગયા વર્ષે બીજી દિકરીની મા બની ગઇ છે. ડિલીવરી કરતાં તેને બબ્બે દિકરીની સારસંભાળ રાખવામાં વધુ મુશ્કેલીઓ પડી હતી. હાલમાં તે કોઇપણ સિરીયલ કે બીજા કામ કરી રહી નથી. જો કે પોતાના ચાહકો સાથે સોશિયલ મિડીયાથી સતત સંપર્કમાં રહે છે. તાજેતરમાં તેણે સોશિયલ મિડીયા પર લાઇવ સેશન યોજ્યું હતું. જેમાં તેણે જણાવ્યું હતું કે બબ્બે નાની દિકરીઓને સાચવવાનું કામ મને ખરેખર મુશ્કેલ લાગ્યું છે. કામ થકવી દેનારું છે. પ્રસુતિ પછીની સમસ્યાઓ વિશે પણ તેણે વાત કરી હતી. વળી નવજાત દિકરી બિમાર પડી જતાં તેની ખુબ ચિંતા થઇ હતી. રામાયણ સિરીયલમાં રામ બનેલા  ગુરમીત ચોૈધરી સાથે તેણે લગ્ન કર્યા છે.

(11:02 am IST)