News of Saturday, 3rd February 2018

'વેલકમ ટુ ન્યુયોર્ક'માં ગુજરાતી યુવતી બનશે સોનાક્ષી સિંહા

નવી દિલ્હી:સોનાક્ષી સિંહા એની પહેલી ફિલ્મમાં ગામડાની ગોરીના પાત્રમાં જોવા મળી હતી. તે મોર્ડન કે પરંપરાગત જેવા દરેક પ્રકારના પાત્રને ન્યાય આપવા માટે જાણીતી છે. હવે તે આગામી ફિલ્મમાં ગુજરાતી યુવતીના પાત્રમાં જોવા મળશે. ટુક સમયમાં રિલિઝ થનારી 'વેલકમ ટૂ ન્યુયોર્ક' ફિલ્મમાં સોનાક્ષી ગુજરાતી ફેશન ડિઝાઇનર જીનલ પટેલના પાત્રમાં જોવા મળશે. હાલ તો સોનાક્ષીના લૂકની ભારોભાર પ્રશંસા થઇ રહી છે. સોનાક્ષીએ એક ઇન્ટરવ્યુમાં જણાવ્યું કે તે એની સ્ટાઇલિસ્ટ અને ડિઝાઇનરથી ખુબ જ ખુશ છે. ફિલ્મમાં એનું પાત્ર પણ ફેશન ડિઝાઇનર ક્ષેત્રમાં કારકિર્દી ઘડવાની મહત્વકાક્ષા રાખનાર તેમજ ફેશનને લઇને અલગ વિચારધારા ધરાવતું યુવતીનું છે. એના પણ અનુરુપ એની સ્ટાઇલ નક્કી કરવામાં આવી  હોવાથી તે ખુબ જ ખુશ છે. આ ફિલ્મ એક કોમેડી ડ્રામા છે. જેમાં લારા દત્તા, કરણ જોહર, બમન ઈરાની જેવા કલાકારો જોવા મળશે.

(4:56 pm IST)
  • ગયા વર્ષે યોજાયેલી ગોવામાં વિધાનસભા ચૂંટણીઓ દરમિયાન દિલ્હી મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલની લાંચ સંબંધીત ટિપ્પણીના આક્ષેપો અંગેના કેસમાં તેમના વિરુદ્ધ નોંધાયેલ મામલામાં નોટિસ ફટકારાઇ છે. 8 ફેબ્રુઆરીના રોજ આ બાબત પરની આગામી સુનાવણી થશે. કેજરીવાલે જાહેરમાં મતદારોને ગોવા ચૂંટણીઓ દરમિયાન વિપક્ષી દળો દ્વારા મતદાનના બદલામાં આપવામાં આવતી કથીત લાંચ લઈ લેવાની અપીલ કરી હતી. access_time 12:59 am IST

  • કાલનો બૂથ ઉપરનો મતદાર યાદી કાર્યક્રમ કેન્સલ કરતું ચૂંટણી પંચ હવે ૧૧ મીના રવિવારે ખાસ ઝૂંબેશઃ આવતીકાલનો બૂથ ઉપર મતદાર યાદી સુધારણા કાર્યક્રમ-ગ્રામ પંચાયત ચૂંટણી સંદર્ભે કેન્સલઃ હવે ૧૧ મીએ રાજકોટ શહેર-જીલ્લાના ર૧પ૮ મતદાન મથકો ઉપર સવારે ૧૦ થી સાંજે ૬ સુધી બીએલઓ દ્વારા ફોર્મ અપાશેઃ સ્વીકારાશેઃ આજ સુધીમાં ૧ર હજાર જેટલા નવા ફોર્મ ભરાયા access_time 12:01 pm IST

  • અમદાવાદના ચાણકય બ્રીજ પાસે મારૂતિ વાન ભળભળ સળગી : કોઈ જાનહાની નથી access_time 5:54 pm IST