Gujarati News

Gujarati News

News of Saturday, 3rd February 2018

'અય્યારી' સેન્સર બોર્ડમાં અટવાઈ

મુંબઈ:ટોચના ફિલ્મ સર્જક નીરજ પાંડેની ફિલ્મ ઐયારી નવમી ફેબુ્રઆરીએ રજૂ કરવાની જાહેરાત ફિલ્મ સર્જક કરી ચૂક્યા છે પરંતુ હજુ આ ફિલ્મને સેન્સરનું સર્ટિફિકેટ મળ્યું નથી એવી માહિતી મળી હતી. અગાઉ આ ફિલ્મ જાન્યુઆરીમાં રજૂ થવાની વાત હતી.પરંતુ એે સમયે સંજય લીલા ભણસાલીની પદ્માવત અને અક્ષય કુમારની પેડમેન રજૂ થવાની હતી એટલે નીરજે પોતાની ફિલ્મની રિલિઝ ડેટ બદલાવી હતી. આ ફિલ્મમાં સિદ્ધાર્થ મલ્હોત્રા અને મનોજ બાજપેયી ચમકી રહ્યા છે. લેટેસ્ટ માહિતી મુજબ ભારતીય લશ્કરની ભીતરની કેટલીક વાતો જુદી રીતે ફિલ્મમાં વણી લેવામાં આવી છે એટલે કેન્દ્રીય ફિલ્મ સેન્સર બોર્ડ તોળી તોળીને પગલાં ભરે છે. સંજય લીલા ભણસાલીની પદ્માવતના મુદ્દે થયેલા વિવાદના પગલે સંસદીય સમિતિએ સેન્સર ચીફ અને પ્રસિદ્ધ ગીતકાર પ્રસૂન જોશીને પણ પોતાની સમક્ષ તેડાવ્યા હતા. જો કે પછી ઘીના ઠામમાં ઘી પડી ગયું હતું.

(4:53 pm IST)
  • રાજસ્થાન – મધ્યપ્રદેશ - ગુજરાતમાં પણ રિલિઝ થશે 'પદ્માવત': કરણી સેના તૈયારઃ મુંબઇઃ દુનિયાભરમાં બમ્પર કમાણી કરી રહેલી પદ્માવત હવે જયાં કરણી સેનાનો વિરોધ છે ત્યાં પણ રિલીઝ થશેઃ આ પ્રકારના સંકેતો સ્વયં શ્રી રાષ્ટ્રીય રાજપુત કરણી સેનાએ આપ્યો છેઃ એટલુ જ નહિ કરણી સેના તરફથી ભણસાલી પ્રોડકશનને ભરોસો અપાયો છે કે અમે રાજસ્થાન, મધ્યપ્રદેશ, ગુજરાતમાં વિરોધ નહી કરીએઃ આ બધુ કરણી સેનાએ એક પત્રના માધ્યમથી કહ્યુ છે access_time 11:57 am IST

  • અમદાવાદના ચાણકય બ્રીજ પાસે મારૂતિ વાન ભળભળ સળગી : કોઈ જાનહાની નથી access_time 5:54 pm IST

  • જાફરાબાદ કોંગ્રેસમાં ભૂકંપ : ચંદુભાઈ બારૈયાએ ભગવો ધારણ કર્યો : અમરેલીના જાફરાબાદ શહેર કોંગ્રેસ પ્રમુખ ચંદુભાઈ બારૈયા ભાજપમાં જોડાઈ જતાં ખળભળાટ access_time 5:55 pm IST