Gujarati News

Gujarati News

News of Thursday, 2nd December 2021

રાધે શ્યામનું પહેલું રોમેન્ટિક ગીત "આશિકી આ ગઈ" રિલીઝ

મુંબઈ: ફિલ્મ ‘રાધેશ્યામ’ સાઉથના સુપરસ્ટાર પ્રભાસની મોસ્ટ અવેટેડ ફિલ્મોમાંથી એક છે. આ ફિલ્મમાં પ્રભાસની સામે અભિનેત્રી પૂજા હેગડે જોવા મળશે. મોટા પડદા પર પ્રભાસ અને પૂજાની રોમેન્ટિક કેમેસ્ટ્રી જોવા માટે દર્શકો ખૂબ જ ઉત્સાહિત છે. નિર્માતાઓએ અત્યાર સુધીમાં ફિલ્મના ઘણા શાનદાર લૂક પોસ્ટર રિલીઝ કર્યા છે, જેમાં પ્રભાસ અને પૂજા બંને અદભૂત દેખાતા હતા. હવે આજે ફિલ્મનું પહેલું રોમેન્ટિક ગીત "આશિકી આ ગયી" રિલીઝ થયું છે, જેનું શૂટિંગ ખૂબ જ સુંદર રીતે કરવામાં આવ્યું છે.

(5:48 pm IST)