Gujarati News

Gujarati News

News of Monday, 2nd May 2022

કન્‍નડ અભિનેત્રી સંજના ગલરાનીએ મેટરનિટી કરાવેલા ફોટોશુટની તસ્‍વીરો સોશ્‍યલ મીડિયામાં વાયરલ કરી

અભિનેત્રી પોતાના બેબી બમ્‍પને ફલોન્‍ટ કરતી જોવા મળીઃ સેન્‍ડલવુડ ડ્રગ્‍સમાં તેનું નામ આવ્‍યુ હતુ

મુંબઇઃ અભિનેત્રી સંજનાએ બોલ્‍ડ અંદાજમાં મરૂન કલર ડ્રેસના કટને ખોલી બેબી બમ્‍પ બતાવ્‍યો જે તેમના ફેન્‍સને ખૂબ ગમ્‍યો. સંજના ગલરાનીમાં હાલમાં પ્રેગન્‍ેસીને એન્‍જોય કરી રહી છે.

કન્નડ ફિલ્મ અભિનેત્રી સંજના ગલરાની હાલમાં પોતાની પ્રેગ્નેંસીને એન્જોય કરી રહી છે. અભિનેત્રી ખૂબ જલદી જ માતા બનવાની છે અને તેમણે પોતાના બેબી બમ્પ ફલોન્ટ કરતાં પોતાનું લેટેસ્ટ ફોટોશૂટ ફેન્સ સાથે શેર કર્યું છે. સંજના ગલરાનીની આ તસવીરો પર દરેક નજર થંભી જાય છે.   

ડિલીવરીના થોડા દિવસો પહેલાં ફિલ્મ સતાર સંજના ગલરાનીએ પોતાનું મેટરનિટી ફોટોશૂટ કરાવ્યું છે. જેમાં ફિલ્મ અભિનેત્રી પોતાના બેબી બમ્પને ફ્લોન્ટ કરતી જોવા મળી હતી. જેની તસવીરો સોશિયલ મીડિયા પર વાયરલ થવા લાગી છે.

સંજના ગલરાનીએ તાજેતેરમાં મેટરનિટી કરાવેલા ફોટોશૂટની તસવીરો સોશિયલ મીડિયા પર શેર કરી છે.

સંજનાએ પોતાના બોલ્ડ અંદાજમાં ડ્રેસના કટને ખોલીને બેબી બમ્પ બતાવ્યો જે લોકોને ખૂબ પસંદ આવી રહ્યો છે.

સંજનાએ મરૂન કલરનો ડ્રેસ પહેર્યો છે જેમાં તે ખૂબ સુંદર લાગી રહી છે.

તમને જણાવી દઇએ કે 2 વર્ષ પહેલાં સંજનાનું નામ સેન્ડલવુડ ડ્ર્ગ્સ કેસમાં સામે આવ્યું હતું. ત્યારબાદ અભિનેત્રીને પોલીસે કસ્ટડીમાં પણ લીધી હતી.

(5:48 pm IST)