Gujarati News

Gujarati News

News of Monday, 2nd May 2022

મનાલીમાં રણબીર અને રશ્‍મિકાએ શુટીંગ ચાલુ કર્યુ

કુદરતી સૌંદર્યથી ભરપુર એવા મનાલીમાં વધુ એક ફિલ્‍મનું શુટીંગ શરૂ થઇ ગયું છે. નિર્દેશક સંદિપ રેડ્ડી વાંગાની ફિલ્‍મ એનિમલમાં રણબીર કપૂર અને રશ્‍મિકા મંદાના સાથે કામ કરી રહ્યા છે. આ ફિલ્‍મનું શુટીંગ મનાલીમાં શરૂ થયું છે. રણબીર કપૂર અને રશ્‍મિકાએ મનાલી પહોંચતા જ તેમના ચાહકોએ બંનેને ઘેરી લીધા હતાં અને ફોટો ક્‍લીક કર્યા હતાં. આ ફોટા સોશિયલ મિડીયામાં વાયરલ થયા હતાં. રણબીર અને રશ્‍મિકાને હિમાચલ પ્રદેશની ટોપી અને શાલ વડે સન્‍માનીત કરવામાં આવ્‍યા હતાં. ફોટોમાં બંનેએ હિમાચલ પ્રદેશની ટોપી અને શાલ પહેરી રાખ્‍યાં છે. પહેલી વખત રણબીર અને રશ્‍મિકા એક સાથે કામ કરી રહ્યા છે. આ ક્રાઇમ ડ્રામા ફિલ્‍મમાં અનિલ કપૂર અને બોબી દેઓલ પણ આ ફિલ્‍મમાં મહત્‍વની ભુમિકામાં છે. આ ફિલ્‍મ વર્ષ ૨૦૨૩ના ઓગષ્‍ટ મહિનામાં જોવા મળશે. રશ્‍મિકા અન્‍ય હિન્‍દી ફિલ્‍મોમાં પણ જોવા મળવાની છે. ચાહકો તેની ફિલ્‍મોની આતુરતાથી રાહ જોઇ રહ્યા છે.

(12:51 pm IST)