Gujarati News

Gujarati News

News of Thursday, 2nd February 2023

ઢાકાના ૨૦૧૬ના કેફે એટેક પર આધારીત ફિલ્‍મ ‘ફરાઝ' આજથી રિલીઝ

આજથી નિર્માતા ભુષણ કુમાર, કિશન કુમાર અને અનુભવ સિન્‍હા તથા નિર્દેશક હંસલ મહેતાની એક્‍શન થ્રિલર ફિલ્‍મ ફરાઝ રિલીઝ થઇ છે. ફિલ્‍મમાં જુહી બબ્‍બર, આમિર અલી, આદિત્‍ય રાવલ, ઝહાન કપૂર, પલક લાલવણી, રેશમ સહાની, સચીન લાલવાણી, જતીન સેરીન, નિનાદ ભટ્ટ, હર્ષલ પવાર, રેશમ સહાની, અભિરામી બોઝ સહિતે મુખ્‍ય ભુમિકા નિભાવી છે. આ ફિલ્‍મ જુલાઇ ૨૦૧૬ના ઢાકાના કેફે એટેક પર આધારીત છે. કેફેને તબાહ કરી દેનારા  અસલી આતંકવાદી હુમલા પર આ ફિલ્‍મ બનાવાઇ છે. એક યુવાન છોકરાની વણકહેવાયેલી વિરતાપુર્ણ કહાની આ ફિલ્‍મમાં છે. 

આ ફિલ્‍મની ઇન્‍ડસ્‍ટ્રીના મોટા કલાકારો અને નિર્માતાઓ પ્રસંશા કરી ચુક્‍યા છે. રાજકુમાર રાવ, પત્રલેખા, મહેશ ભટ્ટ, રાજશ્રી દેશપાંડે, મુકેશ ભટ્ટ સહિતે ફિલ્‍મને જબરદસ્‍ત ગણાવી હતી. રણબીર કપુર અને આલિયા ભટ્ટ તેમજ સૈફ અલી ખાન તથા કરીના કપૂર ખાને પણ ફિલ્‍મના વખાણ કર્યા છે. આલિયાએ કહ્યું હતું કે મેં જે અનુભવ કર્યો તેની આશા નહોતી. મનોરંજક અને રોમાંચકારી કહાની સાથે આ ફિલ્‍મ ખુબ મોટો સંદેશો આપે છે. રણબીર કપૂરે કહ્યું કે આ માર્મિક અને દમદાર ફિલ્‍મ છે. વિચારધારા અને ધારણાઓ વિશે પણ આ ફિલ્‍મ ઘણું કહી જાય છે. પરેશ રાવલે પણ આ ફિલ્‍મના વખાણ કર્યા છે.

(10:34 am IST)