Gujarati News

Gujarati News

News of Tuesday, 2nd January 2018

આ છે વર્ષ ૨૦૧૭ની સૌથી વધારે કમાણી કરનારી ટોપ-૧૦ ફિલ્મો

મુંબઇ તા. ૨ : વિતેલા વર્ષની જેમ જ આ વર્ષે પણ બોલીવુડ ફિલ્મોમાં ૧૦૦ કરોડ કલબમાં સામલે થવાની હોડ લાગી હતી. એક બાજુ સાઉથની ફિલ્મ બાહુબલીએ કમાણીના તમામ રેકોર્ડ તોડી નાંખ્યા તો બીજી બાજુ રઈસ અને કાબિલ જેવી ફિલ્મો પણ ૧૦૦ કરોડ કલબમાં સામેલ થઈ ગઈ. તો આવો જાણીએ વર્ષ ૨૦૧૭ની સૌથી વધારે કમાણી કરનારી ટોપ-૧૦ ફિલ્મો કઈ છે.

બાહુબલી-૨ના હિન્દી વર્ઝને ભારતમાં કુલ ૫૧૧.૩૦ કરોડ રૂપિયાની કમાણી કરી.

ગોલમામલ અગેન ફિલ્મે ૨૦૫ કરોડ રૂપિયાની કમાણી કરી.

જુડવા-૨ ફિલ્મે પણ અંદાજે ૧૪૦ કરોડ રૂપિયાની આસપાસ કમાણી કરી છે.

શાહરૂખ ખાનની ક્રાઈમ થ્રિલર ફિલ્મ રઈસે બોકસ ઓફિસ પર કુલ ૧૩૯ કરોડ રૂપિયાની કમાણી કરી.

બે નેત્રહીન લોકો વચ્ચેની પ્રેમ કહાનીને આલેખતી ફિલ્મ કાબિલે ૧૨૬.૮૫ કરોડ રૂપિયાની કમાણી સાથે પાંચમાં ક્રમ પર રહી છે.

ટોયલેટઃ એક પ્રેમ કથા ફિલ્મ ૧૨૫ કરોડ રૂપિયાની કમાણી સાથે છઠ્ઠા ક્રમ પર રહી છે.

ઈદ પર રિલીઝ થયેર ટ્યૂબલાઈટ કંઈ ખાસ કમાલ કરી શકી ન હતી. આ ફિલ્મો બોકસ ઓફિસ પર માત્ર ૧૨૧.૨૫ કરોડ રૂપિયાની કમાણી કરી હતી.

વરૂણ ધવન અને આલિયા ભટ્ટ સ્ટારર ફિલ્મ બદ્રીનાથ કી દુલ્હનિયાએ કુલ ૧૧૬.૬૦ કરોડ રૂપિયાની કમાણી કરી હતી.

જોલી એલએલબી ૨ કમાણીના મામલે નવામાં સ્થાન પર રહી છે. ફિલ્મે કુલ ૧૧૭ કરોડ રૂપિયાની કમાણી કરી છે.

વર્ષના અંતે સલમાન ખાનની રિલીઝ થયેલી ફિલ્મ ટાઈઝર ઝિંદાએ આ યાદીમાં ૧૦માં ક્રમ પર રહી છે. અત્યાર સુધી આ ફિલ્મે ૧૦૦ કરોડ રૂપિયાથી વધારેની કમાણી કરી લીધી છે.(૨૧.૧૩)

(10:27 am IST)