Gujarati News

Gujarati News

News of Tuesday, 1st December 2020

ભૂમિની ફિલ્મ ઓટીટી પર આવશે આવતા મહિને

અભિનેત્રી ભૂમિ પેડનેકરની ફિલ્મ દૂર્ગાવતિનું નામ બદલી દેવામાં આવ્યું છે. હવે આ ફિલ્મ દૂર્ગામતિના નામથી રિલીઝ થશે. આ ફિલ્મ એક સુપરહિટ તેલુગુ ફિલ્મ ભાગમતિની રિમેક હોવાની પણ ખુબ ચર્ચા છે. ભૂમિએ ફિલ્મના બદલાયેલા નામ સાથેનું પોસ્ટર સોશિયલ મિડીયા પર પોસ્ટ કર્યુ હતું અને સાથે લખ્યું હતું કે-આવી રહી છે દૂર્ગામતિ. ભૂમિ પોસ્ટરમાં અલગ જ અને બિહામણા રૂપમાં જોવા મળી રહી છે. એમેઝોન પ્રાઇમ વિડીયો પર આ ફિલ્મ અગિયારમી ડિસેમ્બરના રિલીઝ થઇ રહી છે. કોરોના વાયરસને કારણે આ ફિલ્મ પણ થિએટરને બદલે ઓટીટી પ્લેટફોર્મના આશરે પહોંચી છે. ઓરિજીનલ તેલુગુ ફિલ્મ દૂર્ગાવતિમાં અનુષ્કા શેટ્ટીએ મુખ્ય ભુમિકા નિભાવી હતી. જેમાં તેણે આઇએએસ ઓફિસરનો રોલ નિભાવ્યો હતો. એ પછી તેના શરીરમાં એક રાણીની આત્મા પ્રવેશે છે. ભૂમિએ અગાઉ પોસ્ટર મુકયું હતું તેમાં ફિલ્મનું નામ દૂર્ગાવતિ જ હતું. પણ હવે નામ બદલાયું છે. અરશદ વારસી, માહિ ગીલ, જીશુ સેનગુપ્તા, કરણ કાપડીયા મુખ્ય ભુમિકામાં છે. અક્ષય કુમાર અને ભુષણ કુમાર નિર્માતા છે.

(9:27 am IST)