Gujarati News

Gujarati News

News of Sunday, 1st November 2020

સતત શૂટિંગ કરતા અનુષ્કા સેન સેટ ઉપર બેભાન થઇ

ડોક્ટરે બેડ રેસ્ટ કરવાની સલાહ આપી : એક શોર્ટ માટે તૈયાર થતાં સમયે તે મેકઅપ રૂમમાં બેભાન થઇ ગઈ : અપના ટાઇમ ભી આયેગામાં શૂટિંગમાં વ્યસ્ત

મુંબઈ, તા. ૧ : ઝાંસી કી રાની, દેવો કે દેવ મહાદેવ જેવાં ટીવી શોમાં કામ કરનારી એક્ટ્રેસ અનુષ્કા સેન ટીવી ઇન્ડસ્ટ્રીનું જાણીતું નામ છે. હાલમાં જ અનુષ્કા ઝી ટીવીનાં શો અપના ટાઇમ ભી આયેગામાં કામ કરી રહી છે. આ શોની શૂટિંગ દરમિયાન અચાનક જ અનુષ્કા બેભાન થઇ ગઇ હતી.

અનુષ્કા સતત શોની શટિંગ કરી રહી હતી. આ કારણે તેની તબિયત બગડી હતી. અને એક શોર્ટ માટે તૈયાર થતા સમયે તે મેકઅપ રૂમમાં જ બેભાન થઇ ગઇ હતી. જોકે તેનાં માટે તુંરત જ ડોક્ટર બોલાવવાંમાં આવ્યાં હતાં. અને તેમણે અનુષ્કાને થોડા દિવસો આરામ કરવાની સલાહ આપી છે. બીજી તરફ એક્ટ્રેસને ડોક્ટર્સનાં કેટલાંક લક્ષણ દેખાતા કોરોના ટેસ્ટ કરવાની પણ સલાહ આપી હતી.

સૂત્રો તરફથી મળતી માહિતી મુજબ તેનો હજી સુધી કોરોના ટેસ્ટ થયો નથી. ડોક્ટરે અનુષ્કાનેત્રણ દિવસ સુધી તેનાં લક્ષણો લાગે અને જો જરૂર લાગે તો જ ટેસ્ટ કરવાની સલાહ આપી છે. તે બ્રેક વગર શૂટિંગ કરી રહી હતી કારણ કે હવે આ શો શરૂ થવા જઇ રહ્યો છે તેથી તેની સાથે આમ થયું હતું. આ ઘટના બાદ અનુષ્કા તરફથી કે શોની ટીમ તરફથી કોઇ પ્રકારનું નિવેદન જાહેર કરવામાં આવ્યું નથી.

(8:32 pm IST)