Gujarati News

Gujarati News

News of Friday, 1st July 2022

બોલીવૂડમાં ઓળખ ઉભી કરવા માટે અવિકાની તૈયારી

બાળ કલાકાર તરીકે ટીવી પરદે કારકિર્દીની ૨૦૦૮માં રાજકુમાર આર્યન શોથી શરૂઆત કરનાર અવિકા ગોરને બાલીકા વધૂમાં નાનકડી આનંદીના પાત્રથી ઘર ઘરમાં ઓળખ મળી હતી. એ પછી તે ૨૦૧૧ થી ૧૬ સુધી સસુરાલ સિમર કા શોમાં રોલી ભારદ્વાજના રોલમાં જમાવટ કરી ગઇ હતી. હવે તે ફિલ્‍મોમાં કામ કરી રહી છે. જો કે બોલીવૂડ કરતાં સાઉથ ઇન્‍ડસ્‍ટ્રીમાં તે વધુ જોવા મળી રહી છે. મોર્નિંગ વોક, પાઠશાલા, તેજ જેવી હિન્‍દી ફિલ્‍મો પછી તે તેલુગુ, તમિલ, કન્‍નડ ફિલ્‍મો કરીને ખુબ જાણીતી બની છે. તેમાં પણ તેણે તેલુગુ ભાષામાં અનેક હિટ ફિલ્‍મો આપી છે. હવે તે બોલીવૂડમાં પોતાની ઓળખ ઉભી કરવા તત્‍પર બની છે. ગઇકાલે ત્રીસમીએ જ તેણે પોતાનો પચ્‍ચીસમો જન્‍મદિવસ ઉજવ્‍યો હતો. આગામી સમયમાં તેની હિન્‍દી હોરર ફિલ્‍મ ૧૯૨૦-હોરર ઓફ ધ હાર્ટ આવી રહી છે. તે મ્‍યુઝિક વિડીયોમાં પણ કામ કરી ચુકી છે.

(10:06 am IST)