Gujarati News

Gujarati News

News of Friday, 1st July 2022

દિલ્‍હીની સુમનની કહાની... આવી રહી છે નવી વેબ સિરીઝ

વેબ સિરીઝની દુનિયામાં એક નોખી સિરીઝ આવી રહી છે. ઝી ફાઇવએ ટીવીએફ સાથે મળીને ઓરિજીનલ સિરીઝ ‘સાસ બહૂ આચાર પ્રાઇવેટ લિમિટેડ' બનાવી છે. આ સિરીઝનું ટ્રેલર રિલીઝ થઇ ગયું છે.  અરૂણાભ કુમાર અને અપૂર્વસિંહ સિંહ કાર્કી દ્વારા નિર્મીત આ સિરીઝનું નિર્દેશન અપુર્વસિંહે કર્યુ છે. કહાની અભિષેક શ્રીવાસ્‍તવ અને સ્‍વર્ણદીપ બિશ્વાસે લખી છે. છ એપિસોડની આ સિરીઝ આઠમી જુલાઇએ ઝી ફાઇવ પર રિલીઝ થશે. આ સિરીઝમાં નેશનલ એવોર્ડ વિનીંગ એક્‍ટર અમૃતા સુભાષ સાથે યામીની દાસ, અનૂપ સોની, અંજના સુખાની, આનંદેશ્વર દ્વિવેદી સહિતે ભુમિકાઓ નિભાવી છે. સાસ બહુ આચાર પ્રા.લિ.ની કહાની દિલ્‍હીના ચાંદની ચોકની ઐતિહાસીક ગલીઓમાં રહેતી સુમન આસપાસ ઘુમે છે. જે આચારનો વેપાર જમાવવા માટે ખુબ સંઘર્ષ કરતી રહે છે. પોતાના બાળકોન પૂર્વ પતિ દિલીપ પાસેથી ફરી મેળવવા તે યાત્રા શરૂ કરે છે. નિર્માતા કહે છે આ કહાની આજની છોકરીઓની છે જે તલ્લાક-છૂટાછેડા બાદ પોતાની ઓળખ મેળવવા મથતી હોય છે.

(10:06 am IST)