Gujarati News

Gujarati News

News of Friday, 1st July 2022

આ વખતે હાઇફાઇ એક્‍શનનો પણ ડોઝ

ફિલ્‍મ એક વિલન રિટર્નની ચાહકો આતુરતાથી રાહ જોઇ રહ્યા છે. આઠ વર્ષ પછી એક વિલનની સિક્‍વલ મોટા પરદે જોવા મળશે. જોન અબ્રાહમ, અર્જુન કપૂર અને દિશા પટાની તથા તારા સુતારીયાની મુખ્‍ય ભુમિકાવાળી આ ફિલ્‍મ ઓગણત્રીસમી જુલાઇએ સિનેમાઘરોમાં રિલીઝ થશે. આ ફિલ્‍મનું એક પોસ્‍ટર તાજેતરમાં સોશિયલ મિડીયા પર પોસ્‍ટ કરવામાં આવ્‍યું હતું. ડાર્ક અને ઇન્‍ટેન્‍સ ટીજર પોસ્‍ટરોએ ઉત્‍સુકતા જગાવી છે. આ મલ્‍ટી સ્‍ટારર ફિલ્‍મ પર ચાહકોને ખુબ આશા છે. પોસ્‍ટરોમાં એક વિલન રિટર્ન્‍સને સ્‍માઇલી માસ્‍ક  સાથે દેખાડાયા છે અને સાથે સ્‍લોગન છે કે હીરો હાજર નથી. મોહિત સૂરી દ્વારા નિર્દેશીત આ ફિલ્‍મમાં હાઇફાઇ એક્‍શન દ્રશ્‍યો અને ચોંકાવનારા વણાંકો હશે. એટલે કે એક્‍શનનો ડબલ ડોઝ હશે. અગાઉની ફિલ્‍મમાં સિધ્‍ધાર્થ મલ્‍હોત્રા, શ્રધ્‍ધા કપૂર, રિતેશ દેશમુખ અને આમના શરીફે કામ કર્યુ હતું.  

(10:07 am IST)