Gujarati News

Gujarati News

News of Thursday, 1st December 2022

યુવા ભાજપ અગ્રણી એડવોકેટ હિતેષ વિરડાનો જન્‍મદિવસ

રાજકોટ,તા.૧: રાજકોટના યુવાન એડવોકેટ હિતેષ વિરડાએ ખુબજ ટૂંકાગાળામાં અને નાની વયે વકીલાતના ફોજદારી ક્ષેત્રમાં પૂરા સૌરાષ્‍ટ્રમાં સફળતાપૂર્વક વકીલાત કરી નામના મેળવેલ છે. નાના વયે સીનીયર વકીલ તરીકે ઓળખાતા હિતેષ વિરડા ત્રિપલ મર્ડર, જમીન કૌંભાડ વિગેરે જેવા ગંભીર ગુન્‍હાઓના કેસોમાં આરોપીઓના વકીલ તરીકે રોકાયેલ છે. તેમજ ચુંટણીઓમાં જિલ્લા ભાજપ મહામંત્રી નાગદાસભાઇ ચાવડાના માર્ગદર્શન હેઠળ સગઠન, ચુંટણી સહિતની વિવિધ જવાબદારીઓમાં ભાજપના એક અદના કાર્યકર તરીકે વહન કરેલ તેમજ અલગ અલગ સામાજીક સંસ્‍થાઓ સાથે જોડાયેલ છે. તાજેતરમાં રાજકોટ આહિર લીગલ ફોરમમાં તેવોને કારોબારી સભ્‍ય પદે નિમણૂક કરવામાં આવેલ છે. તેવોનો જન્‍મ તા. ૦૧/૧૨/૧૯૯૪ના રોજ  થયેલ હતો.  આજના જન્‍મદિને સીનીયર-જુનિયર ધારાશાષાીઓ તેમજ બહોળા મિત્ર વર્તુળો દ્વારા શુભેચ્‍છાઓનો ધોધ તેમના મો.નં. ૮૦૦૦૦૦૦૭૪૫ ઉપર વર્ષી રહ્યો છે.

 

(4:17 pm IST)