Gujarati News

Gujarati News

News of Saturday, 26th November 2022

ભાજપ ડોકટર સેલ સૌરાષ્‍ટ્ર ઝોનના કન્‍વીનર ફઝીશ્‍યન ડો.અમિત હપાણીનો જન્‍મદિવસ

રાજકોટઃ ઈન્‍ડિયન મેડિકલ એસોસીએશન ગુજરાતના પૂર્વ ઉપપ્રમુખ અને ભાજપ ડોકટર સેલ સૌરાષ્‍ટ્ર ઝોનના કન્‍વીન સૌરાષ્‍ટ્રના જાણીતા ફીઝીશ્‍યન કાર્ડીેયોલોજીસ્‍ટ ડો.અમિત હપાણીનો આજે જન્‍મદિવસ છે.

તેઓ ભાજપ ડોકટર સેલ સૌરાષ્‍ટ્ર ઝોનના કન્‍વીનર તરીકે સળંગ ચોથી ટર્મથી સેવા આપે છે. રાજકોટ શહેર ભાજપ કારોબારીના કાયમી આમંત્રીત સભ્‍ય છે. જુનાગઢ જિલ્લાના મેંદરડાના વતની વર્ષોથી રાજકોટને કર્મભૂમી બનાવનાર ડો.અમિત હપાણી ઈન્‍ડિયન મેડિકલ એસોસીએશન ગુજરાતના પૂર્વ ઉપપ્રમુખ સહિત આઈ.એમ.એ. રાજકોટના પ્રેસીડન્‍ટ તરીકે, ગુજરાત મેડીકલ કાઉન્‍સીલ અને ગુજરાત ફાર્મસી કાઉન્‍સીલમાં અને ગુજરાત લેબર વેલફેર બોર્ડમાં ડિરેકટર તરીકે ઉત્‍કૃષ્‍ઠ કામગીરી કરી હતી.

તેઓ સૌરાષ્‍ટ્ર યુનિવર્સિટીના પૂર્વ સિન્‍ડીકેટ  મેમ્‍બર, ભાવનગર યુનિવર્સિટીના પૂર્વ સેનેટ છે. તેઓ ટ્રસ્‍ટી શ્રી અરિહંત ફાઉન્‍ડેશન, ચેરમેન ડેફ સોસાયટી, ડાયરેકટર આરૂણી હોસ્‍પિટલ પ્રા.લી., જિલ્લા પલ્‍સ પોલીયો રસીકરણ સમિતિના સભ્‍ય ઉપરાંત શહેરની અનેક સામાજીક સંસ્‍થાઓમાં આરોગ્‍યલક્ષી કાર્યક્રમો યોજે છે. મો.૯૮૨૫૦ ૭૯૭૬૭

(1:14 pm IST)