Gujarati News

Gujarati News

News of Friday, 25th November 2022

સાવરકુંડલાનાં પત્રકાર અને પર્યાવરણપ્રેમી સોહિલ શેખનો જન્‍મ દિવસ

સાવરકુંડલા, તા.૨૫: અહીંના પત્રકાર - પર્યાવરણ પ્રેમી સોહિલલ શેખનો આજે જન્‍મદિન છે.

સંઘર્ષ કોને કહેવાય? એ ખૂબ નાની ઉંમરમાં આત્‍મસાત કરી સામાજિક અને માનવસેવાનાં ભગીરથ કાર્યો દ્વારા સમાજમાં સ્‍યંમની ઓળખ પ્રસ્‍થાપિત કરી.. માનવસેવાને ચરિતાર્થ કરવા માટે જ રાજકીય ક્ષેત્રે ઝંપલાવીને સમાજનાં છેવાડાના માનવીની સમસ્‍યાનું નિવારણ કરવા માટે કદી રાતદિવસની પણ પરવા કર્યા વગર બસ લોકકલ્‍યાણના કાર્યો એ જ જાણે તેના જીવનનો મુદ્રાલેખ હોય એમ સતત લોકોની વચ્‍ચે રહેતા ખરા અર્થમાં ગ્રાસ રૂટ લેવલના રાજકીય સામાજિક કાર્યકર કહીએ તો અતિશયોક્‍તિ નહીં ગણાય. આમ ગણીએ તો સોહિલ શેખ એટલે આમજનતાનો અડધી રાતનો હોંકારો.. નિસ્‍વાર્થ ભાવે સમાજનાં તમામ વર્ગના લોકોનાં પ્રશ્‍નોને પણ અખબારી અહેવાલો દ્વારા વાચા આપી. પોતે પર્યાવરણપ્રેમી હોવાથી પ્રકળતિના સંવર્ધન માટે પણ સતત કાર્યરત રહે છે.

૩૧માં વર્ષમાં મંગલ પ્રવેશ કરશે. તેનું અંતિમ લક્ષ છેવાડાના માનવીનો ઉત્‍કર્ષ કરવાનું છે. તેમનાં જન્‍મદિવસ નિમિત્તે તેમના સગા સબંધી મિત્રો વર્તુળો અને શહેરનાં વિવિધ ક્ષેત્રોના અગ્રણીઓ શુભકામના પાઠવી રહ્યા છે. આમ તો તેનાં સગાસંબંધીઓ, મિત્રો દ્વારા આ જન્‍મ દિવસ નિમિત્તે શુભકામનાઓનો સતત અવિરત ધોધ વહેતો જોવા મળે છે. પત્રકારત્‍વનાં વ્‍યવસાય સાથે સંકળાયેલા હોવાથી લોકોનાં પ્રાણપ્રશ્‍નોને કોઈ પણની શેહશરમ રાખ્‍યાં વગર અખબારી વાચા આપવામાં પણ સોહિલભાઈ અગ્ર સ્‍થાન ધરાવે છે. મો. નં. ૭૬૯૮૮૫૦૩૧૩ પર અભિનંદનની વર્ષા થઈ રહી છે.

(11:42 am IST)