Gujarati News

Gujarati News

News of Saturday, 6th August 2022

કોંગ્રેસ સેવાદળના મહામંત્રી હંસાબેન સાપરિયાનો આવતીકાલે જન્‍મદિવસ

રાજકોટઃ કોંગ્રેસ સેવાદળના મહામંત્રી હંસાબેન સાપરિયાનો આવતીકાલે રવિવારે જન્‍મદિવસ છે. તેઓ કોંગ્રેસ સેવાદળ ઉપરાંત અનેક સેવાભાવી સંસ્‍થાઓ સાથે જોડાયેલા છે. મહિલાઓના ઉત્‍કર્ષ માટે તેઓ હંમેશા અગ્રેસર હોય છે. જુદા જુદા તહેવારો વખતે અને ગરીબોના કલ્‍યાણકારી કાર્યક્રમોમાં તેઓની હાજરી હોય જ. રાજકોટ શહેર જિલ્‍લા વાલી મહામંડળની વિદ્યાર્થીઓ, વાલીઓ તેમજ મહિલાઓ સાથે રચનાત્‍મક પ્રવૃતિઓમાં અગ્રેસર હોય છે. (મો. ૮૩૨૦૪ ૭૮૪૭૪)

(3:25 pm IST)