Gujarati News

Gujarati News

News of Monday, 1st August 2022

કાર્યકરતા કાર્યકારી પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ લલિત કગથરાનો જન્‍મદિન

રાજકોટ : ધડાધડ નિર્ણય અને ફટાફટ કામનો મિજાજ ધરાવતા પડધરી-ટંકારાના કોંગ્રેસી ધારાસભ્‍ય શ્રી લલિત કગથરા માટે આજે અન્‍યથી અનોખો દિવસ છે. તેમનો જન્‍મ તા.૧ ઓગસ્‍ટ ૧૯પ૭ ના દિવસે થયેલ આજે ૬૬માં વર્ષમાં પ્રવેશ કર્યો છે.
મુળ દેપાળિયા (પડધરી) ગામના વતની શ્રી લલિત કગથરા વર્ષોના અનુભવથી રાજકારણમાં પોતાના નામ જેવી વૈવિધ્‍યપુર્ણ કળાના જાણકાર થઇ ગયા છે.ભૂતકાળમાં રાજકોટ જિલ્લા પંચાયતના ઉપાધ્‍યક્ષ અને કારોબારી સમિતિ અધ્‍યક્ષ પદે રહી ચુકયા છે. તેમના જીવનસંગીની ઇલાબેન બે દાયકા પહેલા રાજકોટમાં કોર્પોરેટર પદે હતા. કગથરા દંપતિ જનસેવાનું મોટુ ભાથુ ધરાવે છે.શ્રી કગથરાની થોડા દિવસો પહેલા જ પ્રદેશ કોંગ્રેસના કાર્યકારી પ્રમુખ તરીકે વરણી થઇ છે.  મો.૯૮૭૯પ ૯૯૮૦૦ રાજકોટ

 

(12:04 pm IST)