Gujarati News

Gujarati News

News of Friday, 20th November 2020

ભાષ્કરભાઇ પારેખનો જન્મદિન : ૭૩ માં પ્રવેશ

રાજકોટ તા. ૨૦ : દિવ્યાંગ હોવા છતા એવોર્ડની હારમાળા સર્જીદેનાર જીમીષ પારેખના પિતાશ્રી ભાષ્કરભાઇ પારેખનો આજે જન્મ દિવસ છે. ૭૩ માં વર્ષમાં પ્રવેશ કરેલ છે. જીમીસના જન્મ બાદ તે દિવ્યાંગ હોવાની ખબર પડયા બાદ હિંમત હારવાને બદલે તેનું જોમ અને જુસ્સો વધારનાર ભાસ્કરભાઇએ રાષ્ટ્રપતિ એવોર્ડ માટે કાબીલ બનાવ્યો. માત્ર જીમીસ જ નહીં અન્ય દિવ્યાંગો પણ આવી કાબેલીયત મેળવે તે હેતુથી તેઓ રાષ્ટ્રીય સ્તરે 'પ્રયાસ' નામની સ્કુલ ચલાવે છે. આજે તેમના જન્મ દિવસે ઠેરઠેરથી શુભેચ્છાઓ વર્ષી રહી છે. તેમના મો.૯૪૨૬૩ ૧૭૭૬૩ છે.

(3:27 pm IST)