Gujarati News

Gujarati News

News of Saturday, 14th November 2020

ભાજપ વોર્ડ નં.૧૭ ના ઉપપ્રમુખ કાન્તીભાઇ જોબનપુત્રાનો જન્મ દિવસ

રાજકોટ તા. ૧૪ : કાન્તીભાઇ બી. જોબનપુત્રાનો જન્મ ૧૪/૧૧/૧૯પ૪ ના રોજ થયો હતો. તેઓ ૬૬ વર્ષ પુરા કરી ૬૭માં વર્ષમાં પ્રવેશ કરેલ છે. તેઓએ શ્રી લોહાણા સોશ્યલ ગ્રુપમાં સેક્રેટરી તરીકે સેવા આપેલ. તેમજ તેઓએ રાજકીય લોહાણા મહાજનશ્રીની 'વસ્તી ગણતરી'માં વોર્ડ અને જ્ઞાતીના અગ્રણ્ય કાર્યકર્તાઓને સાથે રાખીને (ટીમવર્કથી) જુના વોર્ડ નંબર રર,ર૩ અને નવા હાલના વોર્ડ નં. ૧૬,૧૭ માં ઝડપી વસ્તી ગણતરીનું કાર્ય કરેલ તેના અનુસંધાને તે વખતના રાજકોટ લોહાણા મહાજનના પ્રમુખ શ્રી સ્વ.શ્રી જયંતિભાઇ કુંડલીયાએ મોમેન્ટો આપી બીરદાવેલ. કોઠારીયા રોડ મ્યુનિ. હુડકો વિસ્તાર (અરવિંદભાઇ મણીયારનગર)માં રાજકોટ નાગરીક સહકારી બેન્ક લી.ની બેન્કીગ મોબાઇલ સેવા શ્રી અરવીંદભાઇ મણીયાર જનકલ્યાણ ટ્રસ્ટની મોબાઇલ ડીસ્પેન્સરી સેવા શરૂ કરાવેલ. હાલ વોર્ડ નં. ૧૭માં ભાજપ ઉપપ્રમુખ તેમજ વોર્ડ બુથ ઇન્ચાર્જ તરીકે કાર્યરત છે. તેઓએ શ્રી અરવિંદભાઇ મણીયાર, ચીમનભાઇ શુકલ તેમજ હાલના મુખ્યમંત્રીશ્રી વિજયભાઇ રૂપાણી સાથે સેવાકીય કાર્યો કરેલ છે.(મો.૮૪૯૦૮ ૯૧૪પ૬)

(2:41 pm IST)