Gujarati News

Gujarati News

News of Saturday, 14th November 2020

નવુ વરસ, વિતે સરસ : કાલે વલ્લભભાઇ દુધાત્રાનો જન્મદિન

રાજકોટ : દિવાળીના દિપ ઝળહળી રહ્યા છે. વિક્રમ સવંતના નવા વરસે દ્વારે ટકોરા માર્યા છે. શહેરના પૂર્વ ડે.મેયર શ્રી વલ્લભભાઇ દુધાત્રા માટે આ વખતે નૂતન વર્ષ સાથે જોગાનુજોગ જન્મદિનની બેવડી ખુશાલી આવી છે. તેમનો જન્મ ૧૯૬૧ના વર્ષની તા. ૧૫ નવેમ્બરે થયેલ. આવતીકાલે ઝગમગતા જીવનના ૬૦માં વરસના દ્વારે ટકોરા મારશે.

મૂળ કુવાડવાના વતની શ્રી વલ્લભભાઇ બાળપણથી જ રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના રંગે રંગાયેલા છે. ત્રણ વખત કોર્પોરેટર તરીકે ચૂંટાયેલા. શહેર ભાજપના ઉપપ્રમુખ અને મહામંત્રી તરીકે રહી ચૂકયા છે. આ ખેડૂત પુત્રના હૈયે કોઠાસુઝ સોળ આની ઉગી છે. રાજકારણમાં જેને ન ગમતા હોય એના માટે નગણ્ય હોય શકે પણ પ્રજાકીય દ્રષ્ટિએ અગ્રગણ્ય છે. 'સુતળી બોંબ' જેવા રાજકારણના જમાનામાં તેઓ પોતાની 'ફુલઝર' સળગતી રાખી શકયા છે. તેમણે લોકોને કોરોનાની ગાઇડ લાઇનનું પાલન કરવાની અપીલ સાથે દીપાવલી અને નવા વરસની શુભકામના પાઠવી છે. આજ મુબારક, કાલ મુબારક, દરિયા જેટલુ વહાલ મુબારક, સૌને સાલ મુબારક...

મો. ૯૮૨૪૦ ૧૧૦૧૧ રાજકોટ.

(11:25 am IST)