Gujarati News

Gujarati News

News of Friday, 13th November 2020

જુનાગઢના મ્યુ. કમિશનર તુષાર સુમેરાનો જન્મદિન

રાજકોટ : જુનાગઢ મહાનગરના સર્વાંગી વિકાસ માટે તવારીખી કદમો ઉઠાવનાર કાર્યદક્ષ મ્યુનિસિપલ કમિશનર શ્રી તુષાર ડી. સુમેરા આજે યશસ્વી જીવનના વધુ એક નવા વર્ષની શુભેચ્છા વર્ષાથી ભીંજાઇ રહ્યા છે. તેમનો જન્મ ૧૯૮રના વર્ષમાં ૧૩ નવેમ્બરે થયેલ. આજે ૩૯માં વર્ષની ડોર બેલ વગાડી છે.

મૂળ સુરેન્દ્રનગર જિલ્લાના વઢવાણ પંથકના વતની શ્રી તુષાર સુમેરા ર૦૧રની બેચના આઇ.એસ.એસ. કેડરના અધિકારી છે. ભૂતકાળમાં મોરબીમાં મદદનિશ કલેકટર, નવસારીમાં જિલ્લા વિકાસ અધિકારી, ભાવનગરમાં પ્રદેશિક નગરપાલિકા કમિશનર વગેરે સ્થાનો પર તેમણે ઉલ્લેખનીય કામગીરી કરી છે. તેમણે કારકીર્દીમાં પરિશ્રમને પારસમણિ સાબિત કરવાની સિદ્ધિ મેળવી છે. 'સિઝન'(સમય)ને અનુરૂપ વિઝન સાથે કામ કરવાની તેમની આવડત છે. શ્રીમાન સુમેરાને હેલ્પી બર્થ ડે.

ફોન નં. ૦ર૮પ-ર૬પ૦૪પ૦, મો. ૯૯૭૮૪ ૦૦પ૦૧- જુનાગઢ

(11:12 am IST)
  • ગોંડલથી જેતપુર જતા રસ્તા ઉપર સાંઢિયા પુલ પાસે સાઇડમાંથી વાહનો જાય છે ત્યાં ફાટક ઉપર ટ્રેન સાથે મોટર અથડાતા એક મૃત્યુ પામ્યાનું જાણવા મળે છે. વિગતો મેળવાઈ રહ્યાનું ગોંડલથી ભાવેશ ભોજાણી જણાવે છે access_time 12:50 pm IST

  • બુધવારે તામિલનાડુના સાગરકિનારે ચક્રવાત નિવાર ત્રાટકશે:ચક્રવાત "NIVAR" 25 મી સવાર સુધીમાં ચેન્નઈ અને પોન્ડીચેરી વચ્ચે, ઉત્તર તમિલનાડુના સાગર કિનારેથી પસાર થશે access_time 4:52 pm IST

  • અમેરિકી નાગરિકોને અફઘાનિસ્તાન છોડી દેવા અપાયેલ ચેતવણી:કાબુલ, અફઘાનિસ્તાનમાં બહુવિધ રોકેટ હુમલા થયાના પગલે અમેરિકાએ તેના નાગરિકોને અફઘાનિસ્તાન છોડી બહાર નીકળી જવા માટે ચેતવણી સાથે અપીલ કરી છે. ( પ્રતીકાત્મક તસ્વીર) access_time 12:44 am IST