Gujarati News

Gujarati News

News of Tuesday, 10th November 2020

રાજકોટ જીલ્લા ભાજપ ઉદ્યોગ સેલના કન્વીનર દિપક મદલાણીનો જન્મદિન

રાજકોટઃ તા.૧૦/૧૧/૧૯૭૫ રાજકોટ ખાતે જન્મેલા અને મૂળ પોરબંદર રહેવાસી યુવા અગ્રણી સામાજિક કાર્યકર્તા દિપક મદલાણી ૪૫માં વર્ષમાં પ્રવેશ કરી રહ્યા છે. યુવા ભાજપમાં મંત્રી તરીકે સતત બે ટર્મ રહી ચૂકેલા અને ૭ વર્ષ સુધી ભાજપમાં કાર્યાલય મંત્રીર તરીકે સેવા આપી છે. સ્વસ્તીક શિકાકાઈ કંપનીમાં સિનીયર મેનેજર તરીકે કામ કરી ચૂકેલા અને બાન લેબ્સ પ્રા.લી. (સેસા)માં વાઈસ પ્રેસીડન્ટ  તરીકે માર્કેટીંગ ડિપાર્ટમેન્ટ સંભાળતા હતા. માર્કેટીંગક્ષેત્રે બહોળો અનુભવ ધરાવે છે.

ગુજરાતના દરેક ટાઉનમાં સેલ્સમેન એસોસીએશન બનાવી સેલ્સ લોકોને મજબુત બનાવવામાં તેમનો સિંહફાળો છે. તેઓ સૌરાષ્ટ્ર- કચ્છ સેલ્સમેન એસોસીએશન અને ગુજરાત સેલ્સ વેલ્ફેરનાં સ્થાપક પ્રમુખ છે. મહારાષ્ટ્ર નવનિર્માણ કામદાર સેનાના સેલ્સમેન વેલ્ફેર એસોસીએશનનાં તેઓ મંત્રી છે અને મુંબઈ મહારાષ્ટ્રમાં સેલ્સમેન એસોસીએશનના પ્રશ્નોમાં ખુબ એકટીવ છે. આ ઉપરાંત અભિનવ સોશ્યલ ગ્રુપ, નમસ્કાર સોશ્યલ ગ્રુપ, ભ્રષ્ટાચાર વિરોધી સમિતિ, સહાય કલબ, જલારામ યુથ કલબ ઉપરાંત ૨૫થી વધુ સંસ્થામાં  હોદ્દા ધરાવે છે. ગુજરાત એસ.ટી.બોર્ડમાં પણ સલાહકાર સમિતિનાં સભ્ય તેમજ વિશ્વ હિન્દુ પરિષદની ધર્મયાત્રામાં ઉપપ્રમુખ તરીકે પણ સેવા આપી ચૂકયા છે. રાજકોટ રઘુવંશી પરિવારમાંથી આવતા દિપકભાઈ રાજકોટમાં ભૂતકાળમાં ભાજપનો મિડીયા સેલનો કાર્યભાર સંભાળતા હતા. તેઓને બેસ્ટ સેલ્સ  રત્નનો એવોર્ડ ઉપરાંત બેસ્ટ સેલ્સ પર્સન એવોર્ડ મેળવી ચૂકયા છે. ગુજરાત ઉપરાંત મહારાષ્ટ્ર, મધ્યપ્રદેશ, છત્તીસગઢ તેમજ ગોવાના સૌથી મોટા માર્કેટીંગ સેલ્સ ગ્રુપ- વેસ્ટ ઝોન માર્કેટ પર્સન ગ્રુપનાં ૩૫ વર્ષ બાદ પ્રથમ ગુજરાતી પ્રમુખ તરીકે તેમજ તેઓની ફુડ એન્ડ ડ્રગ્સ કન્ઝયુમર વેલ્ફેર કમિટીના ગુજરાત પ્રદેશના વાઈસ પ્રેસીડેન્ટ તરીકે હમણાં જ નિમણૂંક કરવામાં આવી છે. મો.૮૦૦૦૦ ૦૦૨૩૪

(2:41 pm IST)
  • દિલ્હીમાં આરટી-પીસીઆર ટેસ્ટની સંખ્યા મોટી માત્રામાં વધારી દેવાઈ : પ્રથમ વખત, દિલ્હીમાં કોરોનાના પરીક્ષણ માટેના આધારભૂત ગણાતા "આરટી-પીસીઆર" ટેસ્ટની સંખ્યા રેપીડ એન્ટિજેન ટેસ્ટની સંખ્યાને વટાવી ગઈ છે. access_time 1:32 pm IST

  • હવે કોરોનાથી ફેફસાને નહિ થાય નુકશાન : ભારતીય મૂળના ડોકટરે શોધ્યો કોરોના વાયરસનો ઈલાજ : ભારતમાં જન્મી અને ટેનેસીની સેન્ટ જ્યુડ ચિલ્ડ્રન રિસર્ચ હોસ્પિટલમાં કાર્યરત ડો, તિરુમલા દેવી કનનેગતિએ આ સબંધિત એક અભ્યાસ જર્નલ સેલ ઓનલાઇન સંસ્કરણમાં પ્રકાશિત કર્યો : તેણીએ ઉંદર પર સંશોધનમાં જાણ્યું કે કોરોના થવા પર કોશિકાઓમાં સોજાને કારણે અંગોને બેકાર થવાનો સબંધ હાઇપરઇન્ફ્લેમેટરી પ્રતિરોધ છે જેનાથી મોત થાય છે access_time 11:50 pm IST

  • ગાંધીનગર સિવિલને દોઢસો વધુ બેડ ફાળવવામાં આવી : કોવિડ રોગચાળો: ગાંધીનગર સિવિલ હોસ્પિટલમાં આશરે 180 પથારી ઉમેરવામાં આવશે access_time 1:31 pm IST