Gujarati News

Gujarati News

News of Monday, 9th November 2020

ગોંડલ : કડીયા સમાજના પ્રદેશ આગેવાન અશોકભાઇ રાઠોડનો જન્મદિવસ

ગોંડલ તા.૯: ગુજરાત પ્રદેશ કડીયા સમાજ નાં પ્રમુખ અને ગોંડલ નાં અગ્રણી અશોકભાઈ રાઠોડ નો આજે જન્મ દિવસ છે.તેઓ જીવન ડગર નાં ૬૪ માં પ્રવેશી રહ્યા છે.એલ એલ બી.સુધીનો અભ્યાસ કરી લેન્ડ ડેવલપર્સ અને કોર્પોરેટર બિઝનેશ ક્ષેત્ર માં ખાસ્સા સફળ રહ્યા છે.કડીયા સમાજના આગેવાન તરીકે ગામે ગામ શ્યામવાડી નિર્મિત બને તે માટે નાં તેમનાં સતુત્ય પ્રયાસો સરાહનીય બન્યાં છે.કડીયા સમાજ ને બક્ષીપંચ કેટેગરી માં સમાવવાંમાં અશોકભાઈનો સિંહ ફાળો રહ્યો છે.ગોંડલ ની વિવિધ સામાજીક સંસ્થાઓમાં સક્રીય ભુમીકા અદા કરી રહેલાં અશોકભાઈ રાઠોડનાં જન્મ દિવસ નિમિત્ત્।ે તેમનાં મો.નં.૯૯૭૯૯૭૭૪૭૭ ઉપર શુભેચ્છાઓ વરસી રહી છે.

(11:37 am IST)
  • દેશમાં કોરોનાનો કહેર યથાવત : રાત્રે 12 વાગ્યા સુધીમાં કોરોનાના નવા 44,906 કેસ નોંધાયા :કુલ કેસનો આંકડો 90,95,543 થયો :એક્ટીવ કેસ ઘટીને 4,40,470 થયા:વધુ 43,797 દર્દીઓ સ્વસ્થ થતા કુલ 85,19,764 રિકવર થયા :વધુ 497 લોકોના મોત સાથે કુલ મૃત્યુઆંક 1,33,260 થયો access_time 1:05 am IST

  • મદ્રેસામાંથી ઝડપાયો આતંકવાદી : ઘેરાબંધી કરીને સેનાના જવાનોએ દબોચી લીધો : કેટલીય ગતિવિધિઓમાં સામેલ હોવાનો ખુલાસો :જમ્મુ કશ્મીરના પુલવામાં જિલ્લાના એક મદ્રેસામાંથી આતંકીની ધરપકડ : આતંકીઓ છુપાયો હોવાની બાતમીના આધારે પોલીસે તલાસી અભિયાન ચલાવી ઝડપી લીધો access_time 11:44 pm IST

  • 72 મુસાફરો સાથેની દિલ્હીની બસ પલટી મારી ગઈ: અનેકને ઇજા : ગઈકાલે રાત્રે ઉન્નાવના સિધ્ધરપુર ગામ નજીક દિલ્હીની ૭૨ મુસાફરો સાથેની બસ પલટી મારી ગઈ હતી. આ દુર્ઘટનામાં આશરે 20 મુસાફરો ઘાયલ થયા છે. બસ મુસાફરો સાથે બહરાઇચ જઇ રહી હતી. access_time 10:45 am IST