Gujarati News

Gujarati News

News of Tuesday, 27th September 2022

મોરબીના રમણીકલાલ ચંડીભમ્મરનો આજે જન્મદિવસ

મોરબી, તા.૨૭ઃ દિવસના ૨૪ માંથી ૧૮ કલાક ગળામાં મોંઘોદાટ કેમેરો લગાવી ફોટોગ્રાફીનો જબરો શોખ ધરાવતા રમણીકલાલ ચંડીભમ્મરનો આજે તા.૨૭ સપ્ટેમ્બરના રોજ જન્મદિવસ છે.

શહેર કે જિલ્લામાં થતા કોઇપણ સામાજીક, રાજકીય કે ધાર્મિક પ્રસંગે રમણીકલાલ અચુક કેમેરા સાથે પહોંચી જાય અને લોકોના અનેક ફોટા પાડી ખુશ કરે એટલુ જ નહી પાછા તે ફોટાની પ્રિન્ટ જે તે વ્યકિત સુધી પહોંચાડી તેનો આનંદ બમણો કરવાનું અનોખુ કામ રમણીકલાલ કરી રહ્યા છે. સાત દાયકા વટાવી ગયા હોવા છતાં યુવાનો જેવી જીંદગી જીવતા રમણીકલાલએ નરેન્દ્રભાઇ મોદી સહિતના લોકોના ફોટા પાડી તેઓના પ્રિય બનેલા છે હાલમાં તેઓ લોહાણા સમાજની વિવિધ બોડીમાં હોદો ધરાવે છે ત્યારે રમણીકલાલને જન્મ દિવસ ઉપર શુભેચ્છકો, મિત્રમંડળ અને સગા - સ્નેહીઓ તરફથી મો. ૯૮૨૫૨ ૨૨૯૧૩ ઉપર શુભેચ્છાઓ પાઠવવામા આવી રહી છે.

(1:40 pm IST)