Gujarati News

Gujarati News

News of Monday, 19th September 2022

પ્રભાવી વકતા અને ભાજપના મુખ્‍ય પ્રવકતા યમલ વ્‍યાસનો જન્‍મદિન

રાજકોટ : ગુજરાતના જાહેર જીવનમાં નામના ધરાવતા અમદાવાદના જાણીતા ચાર્ટડ એકાઉન્‍ટન્‍ટ અને શ્રેષ્‍ઠીશ્રી યમલ વ્‍યાસ આજે ૧૯ સપ્‍ટેમ્‍બર યશસ્‍વી જીવનના પાંસઠમાં વર્ષમાં પ્રવેશતા તેમના પર શુભેચ્‍છાવર્ષા થઇ રહી છે. તેઓ વર્ષોથી ભાજપના રંગે રંગાયેલા છે. પ્રદેશ ભાજપ મીડિયા સેલના સંયોજક અને ત્રીજા નાણા પંચના પૂર્ણકાલીન સભ્‍ય તરીકે તેમની કામગીરી યશસ્‍વી રહી છે. રાજકારણ શેર બજાર, સમાજ જીવન વગેરેના પ્રભાવક લેખક અને વકતા છે. તેઓ હાલ ગુજરાત ભાજપના મુખ્‍ય પ્રવકતા તરીકે કાર્યરત છે. (મો.૯૮રપ૩ ૧૧૭૭૭, અમદાવાદ.

 

(4:38 pm IST)