Gujarati News

Gujarati News

News of Thursday, 22nd February 2018

તાલુકા પોલીસ સ્ટેશનના પીએસઆઇ જી. એસ. ગઢવીનો આજે જન્મદિવસ

બીએસસી કર્યા પછી પોલીસમાં ભરતી થયા

રાજકોટઃ શહેરના તાલુકા પોલીસ મથકમાં ફરજ બજાવતાં પી.એસ.આઇ. જી.એસ. ગઢવીનો આજે જન્મદિવસ છે. કચ્છના માંડવી તાબેના કાઠડા ગામના આ તરવરીયા યુવાન બી.એસસી કેમીસ્ટ્રી સાથે ગ્રેજ્યુએશન પુરૃ કર્યા પછી એન્જિનીરીંગમાં જવાનું વિચારતા હતાં. પણ બાદમાં પોલીસમાં ભરતી થવાની ઇચ્છા જાગી અને ૧/૨/૧૬ના રોજ સીધી ભરતીથી પીએસઆઇમાં સિલેકટ થયા પછી ૫/૪/૧૭ના પ્રથમ પોસ્ટીંગ રાજકોટ શહેરમાં મળ્યું છે. જી.એસ. ગઢવીએ પોતાના ગામનું ગોૈરવ પણ વધાર્યુ છે. તેમને મો. નં. ૯૭૨૬૩ ૨૨૦૯૬ ઉપર શુભેચ્છા મળી રહી છે.

(9:36 am IST)