Gujarati News

Gujarati News

News of Saturday, 20th January 2018

રાજકોટના યુવા ધારાશાસ્ત્રી શ્યામ ગોહિલનો ''હેપ્પી બર્થ ડે''

રાજકોટ તા.૨૦: રાજકોટના કલેઇમક્ષેત્રમાં આગવુ નામ ધરાવનાર એડવોકેટ શ્યામ જે.ગોહિલનો આજ રોજ તા.૨૦-૧-૧૮ના રોજ જન્મદીવસ છે. સુરેન્દ્રનગર જીલ્લાના ચુડા ગામમાં તા.૨૦-૧-૧૯૮૦ ના રોજ જન્મેલ શ્રી શ્યામ જે.ગોહિલના પીતાશ્રી જે.જે. ગોહિલ કે જેઓ સુરેન્દ્રનગરના તમામ તાલુકામાં પોલીસ કર્મચારી તરીકે ફરજ બજાવી ગયેલ પીતાશ્રી છેલ્લે ચોટીલા રીટાયર થયા બાદ વકીલાતના ક્ષેત્રમાં જંપલાવનાર આ એડવોકેટની શરૂઆત રાજકોટના એડવોકેટ આર.કે.પટેલ સાથેથી થઇ ત્યા તેઓએ જુનીયરશીપ કરેલ પહેલેથી વકીલાત ક્ષેત્રમાં રસ ધરાવનારા આ એડવોકેટ તેમની નાની ઉમરમાં અસંખ્ય કલેઇમ કેશો મંજૂર કરાવેલ તાજેતરમાં જ તેઓએ મુંબઇના એક ટ્રકડ્રાયવર સોનુખાનને ૨૭,૫૦,૦૦૦નું જંગી વળતર અપાવેલ અને સોનુ ખાને તેમનો ખુબજ આભાર માનેલ શ્રી શ્યામ જે.ગોહિલને સંતાનમાં નૈતીક તથા જૈનીલ એમ બે પુત્રો હોય તેમના પત્ની મીરા એસ.ગોહિલ પણ એડવોકેટ છે આ શ્રી શ્યામ જે ગોહિલને તેમના નીચેના મોબાઇલ નંબર ૯૯૨૪૪ ૬૨૦૪૦ પર શુભેચ્છા વર્ષા થઇ રહેલ છે.

(3:58 pm IST)