Gujarati News

Gujarati News

News of Friday, 24th June 2022

સૌનો સહકાર, સૌને આવકારઃ વ્‍યકિત વિશેષ હર્ષદ પટેલનો જન્‍મદિન

આઇ.આઇ.ટી.ઇના વાઇસ ચાન્‍સેલરને બાવનમું બેઠું

રાજકોટઃ ગાંધીનગરની ઇન્‍ડીયન ઇન્‍સ્‍ટીટયૂટ ઓફ ટીચર્સ એજયુકેશન(આઇ.આઇ.ટી.ઇ) ના વાઇસ ચાન્‍સેલર ડો. હર્ષદ પટેલનો જન્‍મ ૧૯૭૧ના વર્ષની ૨૪ જૂને થયેલ આજે ૫૨ વર્ષમાં પ્રવેશ નિમિત્તે તેમના પર શુભેચ્‍છા વરસી રહી છે.
શ્રી હર્ષદ પટેલ ભૂતકાળમાં અમદાવાદ મહાનગરપાલિકા સંચાલિત શિક્ષણ સમિતિના ઉપાધ્‍યક્ષ, ભાજપ મીડિયા સેલના પ્રદેશ સંયોજક વગેરે સ્‍થાનો પર  રહી ચૂકયા છે. તેઓ મૂળ મહેસાણા જિલ્લાના વીજાપુર તાલુકાના જેપુરના વતની છે. તેમણે ગુજરાત યુનિવર્સિટીમાંથી  સ્‍નાતક અને ડોકટરેટની પદવી મેળવી છે. શિક્ષણ ક્ષેત્રે વર્ષોથી સંકળાયેલ છે. એસ.યુ.જી.કોલેજમાં એસોસીએટ પ્રોફેસર તરીકે તેમનું મહત્‍વનું પ્રદાન રહ્યું છે. આઇ.આઇ.ટી.ઇ.ના વડા તરીકે તેમણે પ્રભાવક નેતૃત્‍વ પુરૂ પાડયું છે. ફોન નં. ૦૭૯- ૨૩૨૮ ૭૩૩૮ મો. ૯૪૨૬૦ ૧૫૩૯૭ અમદાવાદ

 

(11:01 am IST)