Gujarati News

Gujarati News

News of Saturday, 24th September 2022

રાષ્‍ટ્રપતિ એવોર્ડ વિજેતા વાવડી ગામના પૂર્વ સરપંચ - વોર્ડ નં. ૧૨ ના મહામંત્રી દશરથસિંહ જાડેજાનો જન્‍મદિવસ

 (વિજય વસાણી દ્વારા)આટકોટ તા.૨૪ : વાવડી ગામના પૂર્વ સરપંચ ( રાષ્‍ટ્રપતિ એવોર્ડ વિજેતા ) અને રાજકોટ શહેર ભાજપ વોર્ડ નં. ૧૨ના મહામંત્રી દશરથસિંહ ફતુભા જાડેજાનો આજે જન્‍મદિવસ છે.
 તેઓ જિલ્લા ભાજપ કારોબારી સદસ્‍ય,  જી.એસ. આર. ટી. સી. સલાહકાર સમિતિમાં સભ્‍ય અને વાવડી શરાફી સહકારી મંડળીના ચેરમેન તેમજ જ્ઞાનદીપ વિદ્યામંદિર ના મેનેજિંગ ડિરેક્‍ટર, વસુંધરા એવન્‍યુના  પ્રમુખ, આંગણ રેસીડેન્‍સીના પ્રમુખ, વિશ્વકર્મા સોસાયટીના ઉપપ્રમુખ તરીકે પણ સેવા આપી રહ્યા છે. તેમના મો.૯૮૨૪૮ ૪૫ ૯૧૯ ઉપર જન્‍મદિવસની શુભેચ્‍છા વર્ષા થઈ રહી છે.તેમના પરમ મીત્ર ધર્મેશ ભાઈ મુંગરાએ (એડવોકેટ)શુભેચ્‍છા પાઠવી છે.

 

(11:50 am IST)