Gujarati News

Gujarati News

News of Saturday, 21st May 2022

જાડેજા હરદેવસિંહનો હર ધબકાર જનસેવા કાજે, જન્‍મદિન આજે

અગાભી પીપળિયા જન્‍મભૂમિ, રાજકોટ કર્મભૂમિ

રાજકોટ : રાજકીય, સામાજિક, શૈક્ષણિક, સહકારી વગેરે ક્ષેત્રે અનન્‍ય યોગદાન આપી રહેલા જાહેર જીવનના જાણીતા અગ્રણી શ્રી હરદેવસિંહ જાડેજાનો જન્‍મ તા. ૨૧મે ૧૯૬૯ના દિવસે થયેલ. આજે ૫૪માં વર્ષની કેડીએ કદમ માંડયા છે.
વાંકાનેર તાલુકા અગાભી પીપળીયા ગામના મૂળ વતની અને રાજકોટમાં રહેતા સૌના સાથી, સરળ મિલનસાર પ્રકૃતિના અને બહોળુ મિત્ર વર્તુળ ધરાવતા રાજકોટ જિલ્લા યુવક કોંગ્રેસના પૂર્વ પ્રમુખ વાંકાનેર માર્કેટીંગ યાર્ડના ચેરમેન, મોરબી જીલ્લા પંચાયતના પૂર્વ સભ્‍ય, ગુજરાત પ્રદેશ કોંગ્રેસના પૂર્વ મંત્રી, ઇફકોના ડેલીગેટ, સૌરાષ્‍ટ્ર યુનિવર્સિટીના સિન્‍ડિકેટ સભ્‍ય કોટેચા ગર્લ્‍સ સ્‍કૂલના ટ્રસ્‍ટી, સૌરાષ્‍ટ્ર હાઇસ્‍કૂલના ટ્રસ્‍ટી, આર.ડી.ગારડી શૈક્ષણિક સંકુલના ટ્રસ્‍ટી, દીકરાનું ઘર ઢોલરા વૃધ્‍ધાશ્રમના સલાહકાર સમિતિના સભ્‍ય, ક્ષત્રિય સમાજના અગ્રણી અને માં આશાપુરા પર અપરંપાર શ્રધ્‍ધા ધરાવતા શ્રી હરદેવસિંહ ડી.જાડેજાને જન્‍મદિવસની અગણિત, મંગલમય, લાગણીભીની શુભકામનાઓથી ભીજાઇ રહ્યા છે. મો. ૯૮૨૫૪ ૯૨૫૦૯ રાજકોટ.

 

(11:10 am IST)