Gujarati News

Gujarati News

News of Thursday, 19th May 2022

ગોંડલના યુવા પત્રકારના જન્‍મદિવસની અનોખી ઉજવણી

ગોંડલઃ યુવા પત્રકાર તેમજ અનેક સામાજિક સંસ્‍થા સાથે જોડાયેલ રાજન ચુડાસમાના  જન્‍મદિવસ નિમિતે કોઈ ખોટા ખર્ચ કે દેખાડો કરવાને બદલે (ગૌ મંડળ ગૌ સેવા) ગૌ-શાળામાં ગાયોને ગોળ ખવડાવી અનોખી ઉજવણી કરી આજ ના સમય માં યુવાનો ને પ્રેરણાદાયી કાર્ય કરી ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્‍યું હતું. નાનપણથી જ ન્‍યુઝ ગ્રુપનો શોખ ધરાવે છે સાથે સાથે સેવાકીય પ્રવળતિમાં અગ્રેસર રહી બખુબીથી કામ કરી રહ્યા છે વરસાદ હોઈ કે કોઈ અકસ્‍માત કે કોઈ પણ બનાવમાં સૌથી પહેલાં પહોંચવા તત્‍પર હોઈ છે. કોરોનાના કપરા કાળમાં અને લોકડાઉનની પરિસ્‍થિતિમાં પણ ઉમદા કામકાજ કરી પોતાની ફરજ નીભાવી છે બહોળો મિત્ર વર્તુળ અને સદાય હસમુખો ચહેરો ધરાવતા રાજનને તેમના સમગ્ર પરિવારજનોએ હાર્દિક શુભકામના પાઠવી હતી.

(1:02 pm IST)