Gujarati News

Gujarati News

News of Saturday, 14th May 2022

ટેકનિકલ શિક્ષણ નિયામક જી. ટી. પંડયાનો કાલે વન પ્રવેશ

રાજકોટના ભૂતપૂર્વ જિલ્લા વિકાસ અધિકારી

રાજકોટ : ગુજરાતના ટેકનિકલ શિક્ષણ નિયામક શ્રી ઘનશ્‍યામભાઇ ટી. પંડયા માટે આવતીકાલનો દિવસ યાદગાર છે. તેમનો જન્‍મ ૧૯૭ર ના વર્ષની ૧પ મેએ થયેલ કાલે વાઇબ્રન્‍ટ જીવનના પ૧માં વર્ષની કેડીએ કદમ માંડશે તેઓ મુળ અમરેલી જિલ્લાના લીલીયા તાલુકાના સનાવિયા ગામના વતની છે.
ર૦૧૦ ની બેચના આઇ. એ. એસ. કેડરના અધિકારી શ્રી જી. ટી. પંડયા ભૂતકાળમાં જી. એમ. ડી.સી.માં સીનિયર મેનેજર, રાજયના નાયબ ઉદ્યોગ કમિશનર, રાજકોટ જિલ્લા વિકાસ અધિકારી, ગુજરાત મેડીકલ સર્વિસીઝ કંપનીના એમ. ડી., જી. પી. એસ. સી.ના કાર્યકારી સચિવ વગેરે પદ પર રહી ચૂકયા છે. નિષ્‍ઠા અને પ્રતિષ્‍ઠાથી ધબકતા - ઝબકતા અધિકારી છે. ફોન નં. ૦૭૯ - ર૩રપ૩પ૪૬, મો. નં. ૯૯૭૮૪ ૭પર૩૦ ગાંધીનગર

 

(1:21 pm IST)