Gujarati News

Gujarati News

News of Tuesday, 10th May 2022

પૂર્વ રાજ્‍યમંત્રી બાવકુભાઇ ઉંધાડનો આજે જન્‍મદિવસ

રાજકોટ : રાજ્‍યના પૂર્વ મંત્રી અને પૂર્વ ધારાસભ્‍ય તથા ભાજપ અગ્રણી બાવકુભાઇ ઉંધાડનો આજે ૬૫માં વર્ષમાં પ્રવેશ થયો છે.

તેમનો જન્‍મ તા. ૧૦-૫-૧૯૫૮ ના અમરેલી જીલ્લામાં વડિયામાં થયો હતો. રાજ્‍યના પેટ્રોકેમીકલ્‍સ (સ્‍વતંત્ર હવાલો) બંદર (પોર્ટ) અને રમત ગમત તથા યુવા સાંસ્‍કૃતિક પ્રવૃતિના મંત્રી તરીકે સુંદર કામગીરી કરી હતી.

બાવકુભાઇ ઉંધાડે બી.એ. (પોલીટીકલ સાયન્‍સ)નો અભ્‍યાસ કર્યા બાદ ૧૯૮૬ થી ૧૯૯૧ વિશ્વ હિન્‍દુ પરિષદ, કિશાન સંઘ, આરએસએસ અને ભાજપના સક્રિય ભૂમિકા ૧૯૯૧ થી ૧૯૯૫ વડીયા, બગસરા તાલુકા ભાજપ પ્રમુખ, ૧૯૯૫ અને ૧૯૯૬ જીલ્લા પંચાયત સભ્‍ય, ૧૯૯૭થી ૧૯૯૮ જીલ્લા પંચાયત કારોબારી ચેરમેન ૧૯૯૮ જીલ્લા ભાજપ કોષાધ્‍યક્ષ, ૧૯૯૮થી સતત પાંચ વખત ધારાસભ્‍ય, ૨૦૦૦ પ્રદેશ ભાજપ કિશાન મોરચાના પ્રમુખ અને ૨૦૧૩ ગુજરાત વિધાનસભામાં જાડેજા હિસાબ સમિતિ (પીએસી)ના ચેરમેન તરીકે સેવા આપી છે. વાંચન-વન પરિભ્રમણ અને સામાજીક સેવા સાથે ખેતી, વેપાર, બાંધકામ સાથે સંકળાયેલા બાવકુભાઇને વાંચન, વન પરિભ્રમણ અને પ્રવાસનો શોખ છે. અને ૧૯ દેશોનો પ્રવાસ કરેલો છે. લોકપ્રશ્‍નો માટે તેઓ સતત સક્રિય રહ્યા છે. બાવકુભાઇ ઉંધાડના જન્‍મદિન નિમિતે આજે (મો. ૯૭૨૩૭ ૧૭૨૧૦) ઉપર જન્‍મદિનની શુભેચ્‍છાવર્ષા થઇ રહી છે.

(12:59 pm IST)