Gujarati News

Gujarati News

News of Wednesday, 14th October 2020

૧૦૮ની જેમ દોડતા રાજકોટ બાર એસો.ના પ્રમુખ બકુલભાઇ રાજાણીનો આજે 'હેપી બર્થડે'

વકીલો ઉપરાંત લોકોના પ્રશ્ને પણ સતત જાગૃત રહેતા બકુલભાઇને જન્મ દિવસની ચારેકોરથી મળી રહેલ શુભ કામના

રાજકોટ તા. ૧૪ :.. રાજકોટ બાર એસોસીએશનના પ્રમુખશ્રી બકુલભાઇ રાજાણીનો આજે જન્મ દિવસ છે. શ્રી બકુલભાઇ રાજાણી વિદ્યાર્થીકાળથી જનસંઘની વિચારધારાને વરેલા અને જનસંઘના સંસ્કાોનું સિંચન થયેલ. તેઓ મહાદેવ મિત્ર મંડળ, સાંઇનાથ સેવા ટ્રસ્ટ, વાણીયાવાડી યુવક મંડળના પ્રમુખ છે. હિન્દુ-મુસ્લિમ એકતા સમિતિમાં છેલ્લા ર૦ વર્ષથી ખજાનચી તરીકે સેવા આપી રહેલ છે. વાણીયાવાડી ખાતે આવેલ કષ્ટભંજન હનુમાનજીનાં મંદિરમાં હનુમાનજીની પુજા કરી ત્યાં આવેલ ચબુતરે પક્ષીઓને ચણ અને ગાયોને ચારો નાખી તેમની દિનચર્યા ચાલુ થાય છે. રાજકોટ શહેરમાં હાલની વિધાનસભા-૭૦ અને વોર્ડ નં. ૧૪ માં પ્રથમથી જ સતત ભારતીય જનતા પાર્ટી માટે તન, મન અને ધનથી કાર્ય કરી ગૌ-સેવા, જીવદયા અને ધર્મ માટે સદા જાગૃત એવા રાજાના નામથી ઓળખાતા બકુલભાઇ રાજાણી એકદમ ભોળા, લાગણીશીલ, નિખાલસ, સહનશીલ, સદાય મદદરૂપ થવાની ભાવના અને ભાઇચારાને વરેલા સ્વભાવને કારણે વકિલો અને રાજકોટની પ્રજાના હૈયામાં કાયમી સ્થાન પ્રાપ્ત કરેલ છે. તેઓ સને ૧૯૯૮ થી વકિલાતના વ્યવસાયમાં જોડાયેલ. ત્યારથી સીવીલ, ક્રિમીનલ અને રેવન્યુ કેસો સંદર્ભે વકીલાત કરી રહ્યા છે.

સને ર૦૦૧ ની સાલમાં જૂનીયર બાર એસોસીએશનના પ્રમુખ તરીકે વકીલોના પ્રશ્ને સેવા આપવાનું ચાલુ કરી વકીલોની ડીરેકટરી બનાવેલ અને સૌરાષ્ટ્ર-કચ્છ લોયર્સ ફાઉન્ડેશનના પ્રમુખ તરીકે સેવા આપેલ. રાજકોટના વકીલોને મદદરૂપ થવા માટે ચાલતા વેલફેર ફંડમાં રૂ. ૧,૧૧,૧૧૧ નો ફાળો આપેલ જે હાલ અત્યાર સુધીનો રાજકોટના વકીલો માટે અન્ય કોઇએ આપેલ ફાળા કરતા સૌથી વધુ ફાળો છે. છેલ્લા ર૦૦૯ ના વર્ષથી જરૂરીયાતમંદો પાસેથી કોઇપણ ફી લીધા વગર નિઃશુલ્કપણે નોટરી તરીકે નિશ્કલંક સેવા આપી રહેલ છે.

રાજકોટ બાર એસોસીએશનમાં સૌ-પ્રથમ કારોબારી સદસ્ય તરીકે ચંૂટાઇને ત્યારબાદ સને ર૦૧૭ માં ઉપપ્રમુખ તરીકે ખુબ જ રસાકસીભરી ચૂંટણીમાં ચૂંટાઇને ઇતિહાસ રચેલ અને જાયન્ટ કીલર બનેલ. ત્યારબાદ તે સમયગાળામાં જે તે સમયના હોદેદારો, કારોબારી સભ્યો સાથે સંકલન સાધી કોર્ટ બિલ્ડીંગ સ્થળાંતરના પ્રશ્ને નવી કોર્ટ રાજકોટ શહેરથી નજીક અને સૌ-કોઇ વકિલોને નજીકમાં નજીક અને તમામ સુવિધાસભર થાય તેનો જીણવટભર્યો અભ્યાસ કરી પાંચ માળના બિલ્ડીંગ માટે ચીફ જસ્ટીસ અને ચીફ મિનીસ્ટર સુધી રજૂઆતો કરી વકીલોને આશરે ૧૦૦ વર્ષ કરતા વધુ વર્ષો સુધીની સુવિધાઓ આવરી શકાય તે પ્રકારનો પ્લાન પાસ કરાવવામાં મહત્વની ભૂમિકા ભજવેલ.

ગોંડલ મુકામે નવા કોર્ટ બિલ્ડીંગના ઉદઘાટન પ્રસંગે હાજર રહી મુખ્યમંત્રીશ્રી વિજયભાઇ રૂપાણી અને ચીફ જસ્ટિસશ્રીને રાજકોટના કોર્ટ સ્થળાંતરના પ્રશ્નોની રજૂઆતો કરેલ. ત્યારબાદ સને ર૦૧૯ ના વર્ષ માટેની રાજકોટ બાર એસોસીએશનની પ્રતિષ્ઠાભરી પ્રમુખપદની ચૂંટણીમાં સામા પવને ચૂંટાઇને વકીલોના ૧૦૮ તરીકેનું બિરૂદ પ્રાપ્ત કરેલ.

સને ર૦ર૦ના વર્ષ માટેની રાજકોટ બાર એસોસીએશનની પ્રતિષ્ઠાભરી ચૂંટણીમાં ફરી ઐતિહાસીક મતોથી વિજય પ્રાપ્ત કરી રાજકોટના ઇતિહાસમાં સતત બીજી વખત પ્રમુખ તરીકે ચૂંટાવાનો રેકોર્ડ બનાવી નવા કોર્ટ બિલ્ડીંગના ખાતમુર્હુત પ્રસંગે સુપ્રિમ કોર્ટના જસ્ટિસ, ગુજરાત હાઇકોર્ટના ચીફ જસ્ટીસ મુખ્યમંત્રી કાયદામંત્રી વિગેરે મહાનુભાવો સાથે પ્રમુખ તરીકેનું પદને શોભાવે તે પ્રકારે સમગ્ર કાર્યક્રમમાં રાજકોટના વકિલોનો વટ પાડી દીધેલ.

રાજકોટ ડીસ્ટ્રીકટ બાર એસોસીએશન દ્વારા સમગ્ર ગુજરાતમાં સૌ-પ્રથમ જરૂરીયાતમંદ વકીલોને રાશન કિટ, માસ્ક વિગેરે નિઃશુલ્ક આપવાની સેવાનો પ્રારંભ કરેલ તેમાં ખંભેખભો મિલાવીને જરૂરીયાતમંદ વકીલોને તેમના નિવાસસ્થાનની નજીક કીટ, માસ્કર પહોંચાડી શકાય તે માટે મદદરૂપ થઇ તે કાર્યમાં પ્રેરણા લઇ રાજકોટ બાર એસોસીએશન દ્વારા પણ રાશન કીટનું વિતરણ કરાવેલ. રાજકોટ શહેરના વોર્ડ નં. ૧૪ ના લોકોને કોવિડ-૧૯ ના સમયગાળામાં માસ્ક, સેનેટાઇઝર વિગેરેનું મોટી સંખ્યામાં વિતરણ કરેલ. કોવિડ-૧૯ ની મહામારીમાં રાજય બહારના મજૂરોને રેલ્વે મારફત તેમના વતનમાં સરળતાથી જઇ શકે તે માટે જાગૃત રહી મદદ કરેલ.

રાજકોટના કોર્ટ કમ્પાઉન્ડ અને કોર્ટમાં સેનેટાઇઝ અને ફોગિંગ કરાવી કોવિડ-૧૯ ના જજીઝ, વકીલો અને કોર્ટ સ્ટાફના ટેસ્ટ માટેનો કેમ્પ કરાવેલ અને ફીઝીકલ કોર્ટ ચાલુ થાય તે માટે સતત પ્રયત્નશીલ રહી કોવિડ-૧૯ ની મહામારી દરમ્યાન સરકાર દ્વારા જે નીતિ વિષયક નિર્ણયો થાય તે વકીલ વિરોધી હોય તો તે સબંધે સતત સરકારશ્રીનું ધ્યાન દોરી વકિલહિતના નિર્ણયો કરાવેલ છે અને તે સબંધે સતત કાર્ય કરી રહેલ છે. તેઓ સીવીલ જજ વિગેરેના કલાસીસ ચલાવવા માટે સુમેળભર્યુ વાતાવરણ મળી રહે તે સંબંધે જગ્યાની સદાય વ્યવસ્થા કરી આપવાથી માંડીને વકીલો અને રાજકોટની જનતા માટે સદા જાગૃત રહી ૧૦૮ ના બિરૂદ પામેલા સમગ્ર લોહાણા મહાજન દ્વારા અનેકવાર સન્માનીત એવા નિશ્કલંક, સ્વચ્છ પ્રતિભાવાળા, સેવાભાવી, સૌના આદરણીય, લોહાણા રત્ન અને અજાતશત્રુ એવા બકુલભાઇ રાજાણી (બકુલકાકા) ને તેમના મો. નં. ૯૮રપર ૧૧૩૯૧ અને મો. નં. ૯૯૯૮૧ ૧૧૩૯૧ ઉપર સતત સીનીયર જૂનીયર વકીલો આગેવાનોનો શુભેચ્છાઓનો વરસાદ થઇ રહેલ છે.

(11:23 am IST)
  • રાજકોટ માં વીજળી ના કડાકા ભડાકા સાથે સાંજે 1 કલાક માં બેફામ 2 ઇંચ વરસાદ.રોડ પર નદીઓ વહી. વીજળી ના ભયંકર અવાજ થી લોકો ફફડી ઉઠ્યા.ફાયર બ્રિગેડમાં સામા કાંઠે 55 મી.મી. અને જુના રાજકોટ માં 45 મી મી. વરસાદ નોંધાયો .હજુ અસહ્ય બફારો યથાવત.ફફડી access_time 8:44 pm IST

  • બિહારમાં ભાજપને જેડીયુ કરતા વધુ સીટ મળે તો પણ મુખ્યમંત્રી નીતીશકુમાર જ બનશે : હોમ મિનિસ્ટર તથા ભાજપ પૂર્વ અધ્યક્ષ અમિત શાહની સ્પષ્ટતા access_time 8:06 pm IST

  • અબડાસા પેટા ચૂંટણી ફોર્મ ચકાસણીનું કાર્ય પૂર્ણ.:32 ફોર્મ માંથી 7 ફોર્મ રદ્દ થયા:ઉમેદવારોના 25 ફોર્મ માન્ય :હાલ સુધીના ચિત્ર પ્રમાણે 19 ઉમેદવારો વચ્ચે ખેલાશે ચૂંટણીનો જંગ: હજી ઉમેદવારી પત્ર પાછા ખેંચનાવાનું બાકી... access_time 6:15 pm IST