Gujarati News

Gujarati News

News of Friday, 9th October 2020

બાળરંગ ભૂમિના જનક સ્વ.પ્રાગજી ડોસાનો કાલે જન્મદિવસ

દરેક દ્રષ્ય-શ્રાવ્ય કૃતિના સર્જનની શરૂઆત તો કાગળ પરના શબ્દ દેહ દ્વારા જ થતી હોય છે. ખાસ કરીને બાળા રાજાનો માટે નાટય લેખનનું કામ કરી તેને રંગ ભૂમિ પર મૂર્ત કરનાર સ્વ. પ્રાગજી ડોસાનો કાલે જન્મદિવસ છે. લગભગ ચાર-ચાર પેઢીઓ દરમ્યાન બાળનાટય કાર્યને વેગવંત રાખનાર શ્રી ડોસા બહુ નાની વયથી જ રસ કવિ રઘુનાથ સાથે નાટકો જોવા જતા. આથી તેનામાં નાટય પ્રતિભાના બીજનું વાવતેર થયું.

શાળા ઉત્સવનાં ''એક શેર માંસ'' અને ''છત્ર વિજય'' નાટકોમાં તેઓને અભિનય કરતાં જોઇ અન્ય સ્કુલના બાળકો તેમની પાસે બાળકો માટેના નાટકો આપવા વિનંતી કરી તેમણે લખ્યા ભકત ધ્રુવ અને ગામડીયો માસ્તર તેની ગ્રામોફોન રેકર્ડ ઉતરી તે પછીથી સીલસીલો શરૂ થઇ ગયો ''એક લવ્ય'', છોટુ મોટુ સોનાની કુહાડી, તખ્તો બોલે છે. ચાલો ચોર પકડીએ અને ૩ વાંદરા જેવા સફળ સર્જનો સર્જાયા, બાળપ્રવૃત્તિનો લંડન જઇ અભ્યાસ કર્યો. આ જ પ્રવૃત્તિના વનસતા મહેતા સાથે રહી ઘણા નાટકો રૂપાંતરીત કર્યા ''ઇતિહાસ બોલે છે'' અને ''ઇતિહાસના પાને'' પુસ્તકો પ્રગટ કર્યા. તે પછીના બાળ નાટીકા પુસ્તક માટે ગજુરાત સાહિત્ય અકાદમીનું પારિતોષિક મળ્યુ તેમના છપાયેલા બાળ નાટય અભ્યાસક્રમને વિદેશી વિદ્વાનો તરફથી સ્વીકૃતિ મળી. નર્મદા સુવર્ણચંદ્રક તથા સોવિએટ લેન્ડ નહેરૂ એવોર્ડ પણ મળ્યા. આઇએનટી તેઓની ઘણા વર્ષો સેવા લઇ તેઓના બાળ નાટકો ચાલો બટુકજીના દેશમાં, બકોર પટેલ, વિ. રજુ પણ કર્યા ૬૭માં તેઓ પૂર્વ જર્મનીમાં આ પ્રવૃત્તિના વિશેષ અભ્યાસાર્થે ગયા. ૭૧માં અમેરીકામાં પ્રવચનો આપ્યા અને દેશમાં ઉ.પ્રદેશ સરકારે બે વખત બાળ નાટય શિબિરનું સંચાલન સોંપ્યુ. કિશોર ભટ્ટ, જગદીશ શાહ અરૂણા ફિરોઝ ઇરાની સિધ્ધાર્થ રાંદેરીયા જેવા ઘણા કસાયેલા કલાકારોએ બાળ વયે જ પ્રાગજીભાઇના નાટકો -માર્ગદર્શનથી જ અભિનય પગરણ માંડયા હતા. બાળનાટય પ્રવૃત્તિના આ ઋષીપુરૂષ પર મહા નિબંધ પણ લખાયો. છોરૂ કછોરૂ.

- આલેખન

કૌશિક સિંધવ

(2:50 pm IST)