Gujarati News

Gujarati News

News of Wednesday, 17th January 2018

નાની ઉમરે કાઠું કાઢનાર વાઇકીંગ એડના સંદીપ ગોહેલનો જન્મ દિન

રાજકોટઃ અહિના વાઇકીંગ એડના સંદીપ ગોહેલનો આજે જન્મ દિવસ છે. છેલ્લા ૧૩ વર્ષથી જાહેર ખબરની દુનિયામાં  સંદીપ  ગોહેલે પોતાની એક  અલગ પહેચાન બનાવી છે અને એક પછી એક નવા શિખરો પણ સર કર્યા છે. સંદીપ ગોહેલને મિત્રો તેમજ કલાયન્ટ'' સેન્ડી'' નામથી ઓળખે છે.

રાજકોટ એડ સર્કલના તેવો છેલ્લા ૮ વર્ષથી સભ્ય પણ છે. છેલ્લા આઠ વર્ષ દરમ્યાન ગુજરાત અને ભારતના અનેક અખબાર ઉપરાંત રેડીયો , ટી.વી. કેબલ ચેનલ અને મેગેઝીન અને બ્રાન્ડીંગ ક્ષેત્રે પણ જાહેર ખબર દ્વારા નામ મેળવ્યું છે.  હોડીઁગ બિઝનેશમાં પણ અગ્રેસર થયા છે.  જાહેર ખબર અને હોડીંૅગના ક્ષેત્ર ઉપરાંત ક્રિશ અને વાઇકિંગ ડેવલપર તરીકે આલીશાન બંગ્લોઝનો પ્રથમ પ્રોજેકટ શરૂ કર્યો છે. આવનારા દિવસોમાં અન્ય પ્રોજેકટ પણ મુકવા જઇ રહયા છે. સંદીપ ગોહેલે જાહેર ખબરની દુનિયાની સાથે સાથે ક્રિશ કન્સ્ટ્રકશન, શિવધારા કોર્પોરેશન, શ્રી ડિઝાઇન એન્ડ પ્રિન્ટીંગ અને સામાજીક સંસ્થા સાથે પણ જોડાયેલા છે.

 રાજકોટ, સુરત, જામનગર ખાતે યોજાયેલા ખાદી ફેશન શો અને આઇએફજેડીના ફેશન શોનું પ્રમોશન  પણ કયું છે,  રાજકોટમાં યોજાયેલા ખાદી ફેશન શોમાં તેમના ડીઝાઇન  કરેલા હોડીંંૅગની રાજય તેમજ કેન્દ્ર સરકારે નોંધ લીધી હતી. રાજકોટ બિલ્ડર એસોસીએશન દ્વારા રાજકોટ ખાતે યોજાયેલા પ્રોપર્ટી શોનું પ્રમોશન તેમજ મીડીયા પ્લાનીંગ પણ વાઇકીંગ એડ દ્વારા કરવામાં આવ્યું હતું

 રાજકોટ ગોલ્ડ ડીલર્સ એસોસીએશન તેમજ જેમ્સ એન્ડ જવેલરી કાઉન્સીલ ઓફ ઇન્ડિયા ગોલ્ડ પ્રદર્શનમાં પણ મીડીયા પ્રમોશન કરી ચુકયા છે.સંદીપ ગોહેલ ને  જન્મદિવસ પર શુભેચ્છા વર્ષા (મો.૯૭૧૨૯૮૧૨૩૮)  પર થઇ રહી છે.

(3:43 pm IST)