Gujarati News

Gujarati News

News of Friday, 12th January 2018

જનસેવાની કેડી કંડારનાર રાજુ બોરીચાનો જન્મદિન

રાજકોટઃ જનસેવાની કેડી કંડારી તે માર્ગે આગળ વધતા રહેલ પુર્વ કોર્પોરેટર અને મવડી વિસ્તારના ભાજપના અગ્રણી રાજુભાઇ બોરીચાનો જન્મ ૧ર-૧-૧૯૬૧ના દિવસે થયેલ આજે પ૭ માં વર્ષનું પ્રથમ પ્રભાત ઉગ્યું છે.

રાજુભાઇ બોરીચા અગાઉ મહાનગર પાલીકાની રોશની સમીતીના ચેરમેન તરીકે તેમજ શાસક પક્ષના નેતા તરીકે રહી ચુકયા છે. કોઇ સ્થાને ચુંટાયેલા હોય કે ન હોય, તેમનો પ્રજાકીય સંપર્ક જીવંત રહયો છે. આહીર સમાજ અને સમાજની અન્ય સંસ્થાઓના ઉત્કર્ષમાં તેમનું યોગદાન રહયું છે. તેઓ માને છે કે આપણને જે કામ મળ્યું હોય તેને ચાહીને નિષ્ઠાથી કરીએ તો તે કામમાંથી ખુશી મળે છે. માનવ સેવા એ જ પ્રભુ સેવા છે. આજે રાજુભાઇ પર ચોમેરથી શુભકામના વરસી રહી છે. (મો.૯૬૨૪૦ ૩૯૩૯૫)

(11:45 am IST)