Gujarati News

Gujarati News

News of Tuesday, 9th January 2018

ભંડારિયા ધાવડીમાતા મંદિરના મહંત નરોતમદાસજીનો આજે જન્મ દિવસ

ભાવનગર તા. ૯ :.. તાલુકાના ભંડારીયા મેલકડીના પ્રસિધ્ધ ધાવડી માતા મંદિરના મહંત નરોતમદાસજી તપસ્વીનો આજે તા. ૯ મીએ જન્મ દિવસ છે.

માતાજીના  સેવક સમુદાય-ગ્રામજનોના સહયોગ અને આયોજનથી ભંડારીયામાં શ્રી સહસ્ત્રચંડી મહાયજ્ઞનું વિરાટ કાર્ય થયું હતું જેનો સંકલ્પ નરોતમદાસજી બાપુએ સેવ્યો હતો. તેમના દ્વારા હાલમાં મંદિરમાં  અનેકવિધ ધાર્મિક કાર્યક્રમો અને વિકાસના કાર્યો થઇ રહ્યા છે. જન્મ દિવસે સંતવાણી ભજનનો કાર્યક્રમ આયોજીત કરાયો છે.

 

(11:23 am IST)