Gujarati News

Gujarati News

News of Tuesday, 9th January 2018

ઉના સંવેદના ગ્રુપના પ્રમુખ રસિકભાઇ ચાવડાનો જન્મદિન

ઉના તા.૯: ગુજરાત કોળી સમાજના યુવા અગ્રણી તેમજ સંવેદના ગ્રુપના પ્રમુખ રસિકભાઇ કાળાભાઇ ચાવડાનો આજે તા.૯ના રોજ જન્મદિવસ છે. તેઓ ૩૩ વર્ષ પૂર્ણ કરી ૩૪માં વર્ષમાં પ્રવેશ કરી રહેલ છે. જન્મદિવસે ગરીબ બાળકોને નાસ્તો વિતરણ કરેલ છે.

તેઓ જ સેવાભાવી,મિલનસાર સ્વભાવ, રાજકીય કુનેહ ધરાવતા હોય સુરત, ગાંધીનગર, ભાવનગર, ઉના સહિત ગુજરાતમાં બહોળો મિત્ર વર્તુળ ધરાવે છે. લોકોના પ્રશ્ને હર હંમેશ લડતા લડાયક યુવા નેતા છે. કોળી સમાજ, ખેડૂત સમાજ યુવા સંગઠનોના હોદ્દેદાર છે. અને સંવેદના ડેવલોપમેન્ટ ફાઉન્ડેશન નામથી સેવાકીય પ્રવૃતિ કરે છે. ઠેર-ઠેરથી રસિકભાઇ કે.ચાવડાને મો.૯૯૦૯૩ ૨૧૭૧૭ ઉપર  શુભેચ્છાઓ મળી રહી છે.

(10:30 am IST)