Gujarati News

Gujarati News

News of Monday, 8th January 2018

ગુજરાત રાજય અન્ન આયોગના ડિરેકટર દિનેશ કારીયાનો જન્મદિવસઃ ૫૦માં વર્ષમાં પ્રવેશ

રાજકોટ : બાલ્યકાળથી જ ભારતીય જનતા પાર્ટીની વિચારધારાથી પ્રેરાઈ દિનેશ કારીયા ૧૯૯૦થી ભારતીય જનતા પાર્ટીના એક સક્રિય કાર્યકર તરીકે જવાબદારી સંભાળતા આવ્યા છે. ગઈકાલે તેમનો જન્મદિવસ હતો. તેઓ ભાજપમાં ૨૦૦૩ થી ૨૦૦૬ શહેર કારોબારીના સભ્ય તરીકે જવાબદારી નિભાવેલ છે. ૨૦૦૬ થી ૨૦૦૯ શહેર ભાજપના કોષાધ્યક્ષ તરીકે જવાબદારી નિભાવેલ છે. તેમજ ૨૦૦૯ થી ૨૦૧૨ શહેર ભાજપના મંત્રી, ૨૦૧૨ થી ૨૦૧૫ શહેર ભાજપના ઉપપ્રમુખ તરીકે ૨૦૦૬ થી સતત અલગ અલગ વોર્ડના પ્રભારી તરીકે રહી ચૂકેલ છે. હાલ વોર્ડ નં.૩ના પ્રભારી છે. વેસ્ટર્ન રેલ્વે રાજકોટ ડિવીઝનમાં ૨૦૦૬ થી ૨૦૧૭ સુધી DRUCC મેમ્બર તરીકે જવાબદારી નિભાવી છે અને હાલમાં પણ તેઓ DRUCC મેમ્બર તરીકે સક્રિયપણે જવાબદારી નિભાવી રહ્યા છે. ૨૦૦૭માં જાણીતા રાજા મહારાષ્ટ્રનું લોકપ્રિય નાટક રાજકોટમાં ૫ દિવસ સુધી શો કરેલ. તેની સંપૂર્ણ જવાબદારી સારી રીતે નિભાવેલી. ૨૦૦૫ બેટી બચાવો કાર્યક્રમનો રાજકોટ રોડશોની જવાબદારી નિભાવેલી. રાજકોટમાં વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના અત્યાર સુધીના રોડ શો અને કાર્યક્રમમાં પણ ખૂબ જ મહત્વની જવાબદારી નિભાવેલ. મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણીનો રોડ શો હોય કે એરપોર્ટ સ્વાગત હોય કે અન્ય સભા હોય પક્ષ તેમના પર વિશ્વાસ મૂકીને જવાબદારી આપતા હોય છે. દિનેશભાઈનો જન્મ તા.૭-૧-૧૯૬૮માં એક સામાન્ય પરીવારમાં થયો હતો. પરિવારનો કોઈપણ સભ્ય રાજકારણ ન હતો પણ લાખાજીરાજ સ્કુલમાં રોજ સાંજે શાખામાં નિયમિતપણે જતા તેમાંથી સંઘ અને પાર્ટી વિશે ખૂબ જ અગત્યની જાણકારી મને મળી તેના કારણે આજે ભાજપમાં સારી રીતે જવાબદારી નિભાવી રહ્યા છે. ૧૯૮૬થી ચાના વેપાર સાથે જોડાયેલો છે. ગુજરાત ટી ટ્રેડર્સ એસોસીએશન અને રાજકોટ ટી મર્ચન્ટ એસોસીએશનમાં વિવિધ જવાબદારીઓ વહન કરેલ છે. બ્લેક ગોલ્ડ ટી શ્રી વલ્લભ ટી પ્રા. લી. ના નામે ચાનો બિઝનેસ તેઓના પુત્રો સંભાળી રહ્યા છે. તેઓએ જીવનના ૪૯ વર્ષ પૂર્ણ કરીને ૫૦માં વર્ષમાં પ્રવેશ કરેલ છે. (મો.૯૬૨૪૦ ૩૫૯૩૫)

(11:44 am IST)