Gujarati News

Gujarati News

News of Friday, 5th January 2018

સામાજીક સેવા કાર્યો કરતાં શૈલેષભાઈ પાબારીનો આજે જન્મદિવસ

રાજકોટ : બ્લડડોનેશન કેમ્પ, હોય કે કોઈની મદદ કરવાની હોય કે પછી સામાજીક સેવા કરવાની હોય, કોઈપણ બાબતમાં હંમેશા આગળ રહેતા શૈલેષભાઈ પાબારીનો આજે જન્મદિવસ છે તેઓ યશસ્વી જીવનના ૪૨ વર્ષ પૂર્ણ કરી ૪૩માં વર્ષમાં પ્રવેશ કરી રહયા છે. તેઓ અનેકવિધ સંસ્થાઓ સાથે જોડાયેલા છે. રઘુવંશી પરિવારના કાર્યક્રમમાં પણ હરહંમેશા આગળ રહે છે. શૈલેષભાઈ રૂપમગ્રુપ ઓફ રાજકોટના માધ્યમથી બ્લડ ડોનેશન કેમ્પ કરી નવયુવાનોને બ્લડ ડોનેશન માટે પ્રેરીત કર્યા છે. તેમના જન્મદિને શુભેચ્છાઓ મળી રહી છે (૯૭૨૭૦ ૫૦૩૭૦)

(4:34 pm IST)