Gujarati News

Gujarati News

News of Wednesday, 16th September 2020

વોર્ડ નં. ૪ના ભાજપ આગેવાન સંજય ગોસ્વામીનો આજે જન્મદિન

રાજકોટઃ શહેરના વોર્ડ નં. ૪ના ભાજપ પ્રમુખ અને અગ્રણી સંજય ગોસ્વામીનો આજે જન્મદિવસ છે. તેમણે ૪૫ વર્ષ પુરા કર્યા છે. સંજય ગોસ્વમીને નાનપણથી જ રાષ્ટ્રીય સ્વયં સેવક સંઘ સાથે સ્નેહ થઇ ગયો હોઇ ત્યારથી જ રાષ્ટ્રવાદના રંગે રંગાયેલા છે. ભાજપમાં સક્રિય અદના કાર્યકર તરીકે અનેક જવાબદારીઓ નિભાવી છે. ૧૯૯૫માં યુવ ાભાજપના ઉપાધ્યક્ષ પદે કાર્ય કર્યુ હતું. તેમજ રાષ્ટ્રીય અધ્યક્ષ મુરલી મનોહરજીની જનાદેશ યાત્રામાં પોરબંદરથી કાશ્મીર સુધી જોડાયા હતાં. લોકસભા, ધારાસભા, કોર્પોરેશનની ચુંટણીઓમાં વોર્ડમાં ઇન્ચાર્જ તરીકેની તમામ જવાબદારી નિભાવી જાણે છે. સતત આ વોર્ડમાં ભાજપને જંગી લીડ અપાવવામાં તેની ભુમિકા સક્રિય રહે છે. સિવિલ હોસ્પિટલની રોગી કલ્યાણ સમિતીમાં પણ તે સભ્ય છે અને પાંત્રીસ વર્ષથી ગરબી મંડળોમાં પણ સેવા આપે છે. દશનામ ગોસ્વામી મહામંડળના પ્રમુખ પણ તે છે. તેમને (મો. ૯૮૨૪૨ ૪૦૯૦૮) સતત શુભેચ્છા મળી રહી છે.

(3:06 pm IST)
  • ચીનના જાસૂસી કાંડ મામલે તપાસ :ચીની કંપનીના જાસૂસી કાંડ મામલે કેન્દ્ર સરકારે રાષ્ટ્રીય સાયબર સુરક્ષા સમન્વયકના વડપણ હેઠળ કમિટીની રચના :30 દિવસમાં માંગ્યો રિપોર્ટ access_time 1:03 am IST

  • સરદાર સરોવર ડેમની સપાટી 138 મીટર : નર્મદા ડેમ અંગે અંગે નાયબ મુખ્યમંત્રી નીતિનભાઈ પટેલે કહ્યું- સરદાર સરોવર ડેમની સપાટી 138 મીટર થઈ:ડેમમાં હાલ પાણીની આવક ચાલુ: વડાપ્રધાન મોદીના જન્મ દિવસે નર્મદા ડેમ ભરાઈ જશે: ઉદ્યોગો, પશુઓ અને ખેતીને ફાયદો થશે: પાણીની આવકના કારણે પાવર હાઉસ ચાલુ છે. access_time 12:52 am IST

  • ગુજરાત ઉપરાંત દિલ્હી ,ઉત્તરાખંડ ,તામિલનાડુ ,તથા ઉત્તર પ્રદેશમાં 21 સપ્ટેમ્બરથી સ્કૂલો નહીં ખુલે : હરિયાણામાં સ્કૂલો ખુલી જશે : છત્તીસગઢ અને બિહાર હજુ સુધી અવઢવમાં : અનલોક 4 દરમિયાન 21 સપ્ટેમ્બરથી સ્કૂલો ફરીથી ચાલુ કરી શકવાના કેન્દ્ર સરકારના સૂચન સાથે મોટા ભાગના રાજ્યો અસંમત access_time 12:11 pm IST