Gujarati News

Gujarati News

News of Saturday, 12th September 2020

બાળ રોગ નિષ્ણાંત : IMA પ્રેસીડેન્ટ ડો. જય ધીરવાણીનો જન્મદિવસ

રાજકોટ : શાંત... સૌમ્ય પ્રતિભાવંત અને હંમેશા હાસ્યરસ દ્વારા આત્મીય સેતુ બાંધનારા બાળરોગ નિષ્ણાંત અને ઈન્ડિયન મેડીકલ એસોસીએશનના પ્રેસીડેન્ટ ડો.જય ધીરવાણી આજે તેમના યશસ્વી જીવનની ફીફટી ફટકારી અને પ્રગતીશીલ જીવનના ૫૧માં વર્ષમાં મંગલ પ્રવેશ કર્યો છે.

અભ્યાસક્ષેત્રે નાનપણથી જ અવ્વલ આવનાર ડો. જય ધીરવાણીએ તેનો એમ.બી.બી.એસ.નો અભ્યાસ ગુજરાતની પ્રથમ હરોળની બી.જે. મેડીકલ કોલેજ અમદાવાદથી કર્યા બાદ ડી. પેઙ એમ.ડી.ની પદવી વી.એમ. હોસ્પિટલમાં કરીને ગોલ્ડ મેડલ હાંસલ કર્યા છે. બાળરોગ નિષ્ણાંત તરીકે ખૂબ જાણીતા ડો. જય ધીરવાણી હરહંમેશ હકારાત્મક વલણથી સૌના સાથી બનીને ઉપયોગી થતા રહે છે. ઈન્ડિયન મેડીકલ એસો. રાજકોટના ઉપપ્રમુખ અને એકેડમી ઓફ પીડીયાટ્રીકસ રાજકોટના પ્રમુખ પદે સફળ કામગીરી બાદ હાલ શ્રેષ્ઠ સંગઠનની ગણના રાજકોટ મેડીકલ એસોસીએશનના પ્રેસીડેન્ટ તરીકે ડો. જય ધીરવાણી કાર્યરત છે. કોરોનાના કાળમાં તબીબ અને સરકાર વચ્ચે સેતુ બનીને દર્દીઓની સેવામાં સતત કાર્યરત છે.

ડો. જય ધીરવાણી બાળરોગ નિષ્ણાંત છે. તેઓ રાજકોટની સમન્વય હોસ્પિટલ ખાતે સેવા આપે છે. જેમ મોરના ઈંડા ચીતરવા ન પડે તે કહેવત મુજબ ડો. જય ધીરવાણીના સુપુત્ર મોહક પણ અભ્યાસ ક્ષેત્રે ખૂબ તેજસ્વી છે. નીટમાં ઉચ્ચ ગુણ મેળવીને હાલ મેડીકલ કોલેજમાં અભ્યાસ કરી રહ્યો છે.રાજકોટ મેડીકલ એસોસીએશન / પ્રમુખ ડો. જય ધીરવાણીને આજે તેમના જન્મદિને મો.૯૮૨૫૨ ૨૧૦૨૭ ઉપર અભિનંદન વર્ષા થઈ રહી છે.

(3:01 pm IST)